ત્રિમાસિક GSTR-1 ભરવાંમાં ટેક્સ પ્રોફેશનલ્સને આવી રહી છે “એરર” શું છે આ “એરર”નું કારણ???

Spread the love
Reading Time: 2 minutes

“Error!! Move is Under Progress. Please try again later” એરરએ કર્યા છે ટેક્સ પ્રોફેશનલ્સને પરેશાન!!

તા.11.07.2021: જી.એસ.ટી. હેઠળ નાના કરદાતાઓ માટે ત્રિમાસિક GSTR 1 ભરવાની છૂટ આપવામાં આવેલ છે. આ સાથે B2B વ્યવહાર કરતાં કરદાતા માટે ત્રિમાસિક GSTR 1 ભરતા કરદાતાઑ માટે ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી એટલેકે IFF ભરવાની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરવો કરદાતા માટે મરજિયાત રહેતો હોય છે. હવે જ્યારે ટેક્સ પ્રોફેશનલ્સ પોતાના અસીલના ત્રિમાસિક GSTR 1 ભરી રહ્યા છે ત્યારે તેમને મોટા ભાગના કિસ્સામાં ઉપર દર્શાવેલ “એરર મેસેજ” આવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે. GSTR 1 માં ડેટા ચડાવી દીધા હોવા છતાં રિટર્ન ફાઇલ કરતાં સમયે આવતી આ “એરર” નું સમાધાન શું છે તે હાલ ટેક્સ પ્રોફેશનલ્સ માટે ચર્ચાનો વિષય રહ્યો છે.

હાલ ટેકનિકલ એક્સપર્ટ્સ દ્વારા આ અંગે એક સમાધાન એ સૂચવવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ પણ ત્રિમાસિક GSTR 1 ભરતા કરદાતાના કિસ્સામાં અગાઉના બે માસમાં કોઈ પણ એક માસમાં પણ IFF ના ડેટા ફાઇલ થવાના બદલે સેવ કે સબમિટ જ થયા હોય ત્યારે આ એરર આવી રહી છે. આ એરર સામાન્ય રીતે 2 કલાકથી માંડી 1 દિવસમાં આપોઆપ દૂર થઈ જતી હોય છે. આ પ્રકારના કિસ્સામાં જ્યારે સિસ્ટમ દ્વારા એક “પોપ અપ” દ્વારા પુછવામાં આવે છે કે શું સેવ થયેલ IFF ના ડેટાને તમે મુવ કરવા માંગો છો ત્યારે “Yes” ના સ્થાને “No” નો વિકલ્પ પસંદ કરવો જોઈએ. આમ, કરવાથી જૂના સેવ થયેલ ડેટા ડિલીટ થઈ જશે. જો કે આ સમયે GSTR 1 માં રહેલ ડેટા ફરી વેરીફે કરવા જરૂરી છે. આ અંગે વાત કરતાં ટેક્સ ટુડે ટેકનિકલ ટિમના એક્સપર્ટ એડવોકેટ પ્રતિક મિશ્રાણી જણાવે છે કે “મારા અસીલોમાં આ એરર આવી નથી. પણ આ અંગે મને અનેક ફરિયાદો મળી છે. હું પણ માનું છું કે આ એરર “અન ફાઇલ” થયેલ IFF ના કારણે આવી રહી છે. જો કોઈ અસીલના ત્રિમાસિક GSTR 1 ફાઇલ કરતાં સમયે “પોપ-અપ” માં “YES” સિલેક્ટ કરવામાં આવે તો સિસ્ટમ IFF ના “ડેટા મુવ” કરવામાં સમય લે છે. મોટા ભાગના સૉફ્ટવેરમાં આ GSTR-1 માં ત્રણે મહિનાના “ડેટા અપલોડ” થતાં હોય જે “સેવ” થયેલ ડેટા ડિલીટ કરી દેવામાં આવે તો પણ આ B2B વ્યવહારો યોગ્ય રીતે રિફલેક્ટ થઈ જતાં હોય છે. આમ, “પોપ-અપ” માં “No” નો વિકલ્પ કરી રિટર્ન ફાઇલિંગ કરવામાં આવે તો સમય બચી શકે છે.”

GSTR 1 ફાઇલ કરવાની મુદત જ્યારે નજીક હોઈ ત્યારે ટેક્સ પ્રોફેશનલસ માટે સમય મહત્વનો રહેતો હોય છે. આવા સમયે આ પ્રકારે કરવામાં આવે તો GSTR 1 સમયસર ફાઇલ કરવામાં આસાની રહી શકે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108