લેઇટ ફી માં કરવામાં આવ્યો ઘટાડો!!!! કરદાતાઑ માટે આવ્યા ખુશીના સમાચાર
ફેબ્રુઆરી થી જુલાઇ સુધીના તમામ રિટર્ન જો મોડા ભરવામાં આવે, પણ જો 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં ભરી આપવામાં આવે તો લાગશે રિટર્ન દીઠ 500/- ની લેઇટ ફી
સેન્ટરલ જી.એસ.ટી. કાયદા હેઠળ નોટિફિકેશન 57/2020 તા. 30.06.2020 બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન દ્વારા ખૂબ જટિલ અને ટેકનિકલ શબ્દો દ્વારા શુશોભિત આ નોટિફિકેશન નો સાર નીચે સરળ ભાષામાં આપેલ છે.
જો કરદાતા પોતાનું ફેબ્રુઆરી થી જુલાઇ સુધી ના રિટર્ન સમયમર્યાદા બાદ ભારે તો આ રિટર્ન દીઠ લેઇટ ફી રૂ 500 લાગશે (CGST-SGST 250-250)
કરદાતાના જે રિટર્નમાં ભરવા પાત્ર ટેક્સ શૂન્ય હશે તો આવા રિટર્નમાં કોઈ લેઇટ ફી લાગશે નહીં.
આ ભરવાપાત્ર ટેક્સ અંગે બે મત ઉપસ્થિત થાય છે. એક કે ટેક્સ પેયેબલ એટલે આઉટપુટ ટેક્સ. અન્ય મત એ છે કે ટેક્સ પેયેબલ એટલે નેટ ટેક્સ પેયેબલ (આઉટપુટ – ઇનપુટ)
આ લેઇટ ફી ઘટાડાનો લાભ 5 કરોડ સુધી તથા ઉપરના તમામ કરદાતાઓ ને મળશે. આ ઉપરાંત શૂન્ય ટેક્સ પેયેબલ નો લાભ કરમુક્ત વસ્તુ કે સેપ પ્રદાન કરતા કરદાતાઓ ને મળશે. આ જાહેરનામું આવતા કારદાતાઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
Notification 57: 57-2020-Central-Tax-30.06.2020
JE KARDATA YE LATE FEES 5000/- THI VADHARE BHARI HOY AND GSTR-3B RETURN FILE KARYU HOY TO TEMNE LATE FEES NO TAX PACHO RETURN MALI SHAKE ????
For that we are also representing government. Please fill the form by reading our news
https://taxtoday.co.in/news/12360