સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

તારીખ: 26 ઓગસ્ટ 2019

  1. અમારા અસીલ ની દુકાન માં આગ લગતા 20 લાખ નો માલ બળી ગયો હતો. આ 20 લાખ માથી 10 લાખ નો ઇન્સ્યુરન્સ ક્લેમ આવ્યો. આવા કિસ્સામાં અમારે શું 10 લાખ ઉપર જી.એસ.ટી. ભરવો પડશે? ITC કેવી રીતે રિડ્યુસ કરવાની રહેશે?                                                         પાર્થ વાલાણી, વઢવાણ

જવાબ: તમારા અસિલે આગ થી માલ બળી ગયા ના કિસ્સામાં 20 લાખ ના માલ ઉપર ની ક્રેડિટ જી.એસ.ટી. કાયદા ની કલામ 17(5)(h) મુજબ રિવર્સ કરવાની થાય. ઇન્સ્યુર્ન્સ ની રકમ ઉપર ટેક્સ ભરવાની કોઈ જવાબદારી ના આવે.

 

  1. અમારા અસીલ માં 2017 18 નું એક ખરીદી નું બિલ હાલ માં ધ્યાન આવેલ છે. આ બિલ ની ક્રેડિટ AAP & Co. ના ચુકાદા મુજબ અમે જુલાઇ 2019 ના 3B માં લીધેલ છે. આ ખરીદી 2019 20 ના ચોપડમાં છે. શું આ ક્રેડિટ લઈ શકાય? 2017 18 નું વાર્ષિક રિટર્ન ભરવાનું બાકી છે. આ ક્રેડિટ ની રકમ શું ટેબલ 13 માં દર્શાવવા ની રહે?                                                                                                                                                        શ્રુતિ દોશી, સુરેન્દ્રનગર

જવાબ: હાલ AAP & CO ના ચુકાદા મુજબ આ ક્રેડિટ લઈ શકાય. પરંતુ આ ચુકાદા તથા ભવિષ્ય ના ચુકાદા ઉપર આ ક્રેડિટ નો આધાર રહેશે. હા, 2019 20 માં લીધેલ ક્રેડિટ ની રકમ ને GSTR 9 ના ટેબલ 13 માં દર્શાવવા ની રહે.

 

  1. અમારા અસીલ હાર્ડવેર નો ધંધો કરે છે. તેઓ ખેડૂત પણ છે. પોતાની ખેત ઉત્પાદન પૈકી કોઈ કરપાત્ર વસ્તુ જેમકે કપાસ નું વેચાણ કરે તો શું આ રકમ ઉપર તેમણે જી.એસ.ટી. ભરવો પડે?                                                                                                                                        શ્રુતિ દોશી, સુરેન્દ્રનગર

જવાબ: ના, ખેત પેદાશ, જે પોતાની ખેતી ની ઉપજ હોય તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં. હા, ખરીદનાર દ્વારા જી.એસ.ટી. કાયદા ની કલમ 9(3) હેઠળ RCM ભરવાની જવાબદારી આવશે.

 

  1. અમારા અસીલ કપાસ (કપાસ કાલા તથા અન્ય ખેત ઉત્પાદન) નો ધંધો કરે છે. તેઓ સાથે ખેડૂત પણ છે. પોતે ખેડૂત તરીકે ઉગાડેલ કપાસ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?                                                                                                                                 શ્રુતિ દોશી, સુરેન્દ્રનગર

જવાબ: જો ખેડૂત પોતે, પોતાની ઉત્પાદિત ખેત પેદાશ તથા વેપાર કરેલ માલ વચ્ચે તફાવત દર્શાવી શકે તો ચોક્કસ, પોતે ઉત્પાદન કરેલ ખેતી ના માલ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી થી બચી શકાય. હા, ખરીદનાર દ્વારા જી.એસ.ટી. કાયદા ની કલમ 9(3) હેઠળ RCM ભરવાની જવાબદારી આવશે.

 

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ નું ટર્નઓવર 2017 18 ના વર્ષ માં 75 લાખ હતું. તેમણે એ વર્ષ માટે ઓડિટ કરાવ્યુ હતું. તેમનું 2018 19 નું ટર્નઓવર માત્ર 18 લાખ છે. તો શું 2018 19 માટે તેઓ 44AD નો લાભ લઈ શકે?                                                                                                                   હિત પટેલ, માંડવી, કચ્છ

જવાબ: ના, 2017 18 ના વર્ષ માં ઇન્કમ ટેક્સ ની કલમ 44AD હેઠળ એલીજીબલ હોવા છતાં જો ઓડિટ કરાવ્યુ હોય તો પછીના 5 વર્ષ સુધી કલમ 44AD લો લાભ મળી શકતો નથી. આમ, 2018 19 ના વર્ષ માટે તમને ઇન્કમ ટેક્સ ની કલમ 44AD નો લાભ મળી શકે નહીં.

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!