કરદાતાઓ જાગો!!! જી.એસ.ટી. હેઠળ રિટર્ન મોડા ભરવા બાબતે “લેઇટ ફી” ની રાહતો લેવા તમારી પાસે છે આજે છેલ્લો દિવસ
30 સપ્ટેમ્બર સુધી લાગે છે 500 રૂ જેટલી રાહત કારક “લેઇટ ફી” ત્યાર બાદ લાગશે 10000 રૂ સુધીની લેઇટ ફી!!!
તા. 30.09.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ જ્યારથી જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી એટલેકે જુલાઇ 2017 થી જે કરદાતાના રિટર્ન બાકી હોય ત્યારથી આજદિન સુધીના રિટર્ન ભરવા બાબતે કોરોના કાળમાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી. આ રાહત મુજબ આવા રિટર્ન મોડા ભરવા બદલ સામાન્ય રીતે લગતી 10000 સુધીની લેઇટ ફીમાં રાહત આપી આ લેઇટ ફી રૂ 500 કરવામાં આવી હતી. NIL રિટર્નના કિસ્સાઓમાં આ લેઇટ ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવી હતી. આ રાહતો માત્ર 30 સપ્ટેમ્બર 2020 સુધીજ આપવામાં આવેલ છે. આમ, જે કરદાતાઓના જૂના જી.એસ.ટી. રિટર્ન બાકી હોય તેમના માટે આ રાહતોનો લાભ લેવા આજે છે છેલ્લો દિવસ. આ ઉપરાંત જે કરદાતાના નોંધણી દાખલા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરી આપવામાં આવ્યા હતા તેઓ માટે પણ 30 સપ્ટેમ્બર સુધી આ દાખલા પુનઃજીવિત કરવાની તક સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આવ વેપારી માટે પણ આ તક ખૂબ મહત્વની હોય તેનો લાભ લે તે ઇચ્છનીય છે. ટેક્સ ટુડે સરકારને કરદાતા વતી અપીલ કરે છે કે કોરોનાની આ મુશ્કેલ પરિસ્થિતીમાં જ્યાં હજુ ઘણા વિસ્તારો કંટેંમેંટ ઝોનમાં આવતા હોય, આ મુદતમાં વધારો કરવામાં આવે. ટેક્સ ટુડે કરદાતાઓને અપીલ કરે છે કે આ રાહતોનો મહત્તમ લાભ લેવામાં આવે અને ઓછી લેઇટ ફી દ્વારા નિયમિત બનવાની તકનો લાભ કરદાતા દ્વારા ઉઠાવવામાં આવે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે