ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું 14 હજાર કરોડ નું આત્મ નિર્ભર ગુજરાત પેકેજ

Spread the love
Reading Time: 2 minutes

તા. 05.06.2020: COVID-19 ની વિકટ પરિસ્થિતિમાં ધંધા રોજગાર ને ખૂબ મોટુ નુકસાન થવા પામ્યું છે. ગુજરાત રાજ્ય ના ધંધા ઉદ્યોગોને આ મહામારી થી ઉદ્ભવેલ પ્રતિકૂળ પરિસ્થિતીમાં રાજ્યના અર્થતંત્ર ને પુનઃ વેગવંતુ બનાવવા ગુજરાત સરકાર દ્વારા 04 જૂન 2020 ના રોજ 14ઊ કરોડ ના આર્થિક પેકેજ ની જાહેરાત કરવામાં આવેલ છે. પૂર્વ રેવન્યુ સેક્રેટરી (ભારત સરકાર) હસમુખ અઢીયા ની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવેલ સમિતિના સૂચનો ઉપરથી આ પેકેજ આપવામાં આવ્યું છે. આ પેકેજ ની મુખ્ય બાબતો નીચે મુજબ છે.

  • વાણિજયક એકમો જેવાકે દુકાનો, ઓફિસો, હોટેલ દવાખાનાઓ વગેરેના પ્રોપર્ટી ટેકસમાં (મિલ્કત વેરા) માં 20% ની રાહત.
  • રહેણાંકી મિલ્કત સંદર્ભે 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવવામાં આવતા વર્ષ 2020-21 ના મિલ્કત વેરામાં 10% ની રાહત.
  • માસિક 200 યુનિટથી ઓછા યુનિટ નો વપરાશ કરનાર વીજ કનેક્શન ધારક ને 100 યુનિટ ની માફી

(સંપાદક નોંધ: ક્યાં મહિના સુધી એ બાબત સ્પષ્ટ કરેલ નથી)

  • વાણિજયક વીજ ગ્રાહકો, અને ઉદ્યોગો મટે મે મહિનાના વીજબિલ માં ફિક્સ્ડ ચાર્જમાં મુક્તિ.
  • નાની દુકાન જેવીકે કરિયાણા, કાપડ, રેડીમેઈડ, દવાની દુકાનો, હાર્ડવેર, કલરકામ, કટલેરી વગેરે માટે  ત્રણ મહિના, જૂન, જુલાઇ તથા ઓગસ્ટ માટે વીજ કર 20% થી ઘટાડી 15%  આવ્યો.
  • હાઇ ટ્રાન્સમીશન ગ્રાહકો ને ફિક્સ ચાર્જ, મે મહિના માં ચૂકવવાનો થાય. આ ચાર્જ હવે સપ્ટેમ્બર થી ડિસેમ્બર 2020 સુધી 4 હપટમાં વગર વ્યાજે ચૂકવી શકાશે.
  • કોન્ટ્રાક્ટ કેરેજ બસો તથા ટેકસીઓ ને એપ્રિલ થી સપ્ટેમ્બર 2020 સુધી RTO ટેક્સમાં માફી.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે વીજ ચાર્જમાં લેવાતા ફિક્સ્ડ ચાર્જ માં હંગામી ધોરણે મુક્તિ.
  • માન્ય ઉદ્યોગોને કેપિટલ તથા વ્યાજ સબસિડી ની તુરંત ચુકવણી કરવામાં આવશે. આ અંતર્ગત ટેકસટાઇલ તથા મેગા ઈન્ડસ્ટ્રીઝ ને પણ ત્વરિત સબસિડી ચૂકવવામાં આવશે.
  • એગ્રો અને ફૂડ ને લગતા ઉદ્યોગોને કેપિટલ (મૂડી) તથા વ્યાજ અંગે સબસિડી ગુજરાત એગ્રો ઇન્ડસ્ત્રીઝ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે.
  • બાજપાઈ બેંકેબલ યોજનાના લાભાર્થીઓ ને પણ સબસિડી નું ત્વરિત ચૂકવણું કરવામાં આવશે.
  • સોલાર રૂફ ટોપ યોજનાને ઉત્તેજન આપવામાં આવશે.

 

  • આ ઉપરાંત વેટ તથા જી.એસ.ટી. કાયદા હેઠળ વહીવટી અનુકૂળતા આપવામાં આવશે. આ અંતર્ગત.
  1. 10 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટિસ પરત ખેંચવામાં આવશે.
  2. વેરા સમાધાન યોજનામાં 15 માર્ચ 2020 નો પ્રથમ હપ્તો ભર્યો હશે તેમણે ત્રણ માસ ની મુદત વધારી આપવામાં આવશે.
  3. વેટ તથા સી.એસ.ટી. કાયદા હેઠળ આપીલો તથા સ્ટે ની મુદત માં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવશે.

જો કે મળી રહેલી વિગતો મુજબ આ લાભો માત્ર વેટ ની આકારણી પૂરતા સીમિત રહેશે. જી.એસ.ટી. કાયદા હેઠળ ની નોટિસો ને આ અંગે અસર થશે નહીં. (આ અંગે વેટ કાયદા હેઠળ કેવા પરીપત્રો બહાર આવે છે તે જોવા રહ્યા)

  •  આ ઉપરાંત પણ અન્ય રાહતો જાહેર કરવામાં આવેલ છે જે સ્વયં સ્પષ્ટ હોય એ અંગે પ્રેસ વિજ્ઞપ્તિ અત્રે જોડેલ છે.

14000-crore-package-details

error: Content is protected !!