કોરોના સામે લડવા હોમીઓપેથી તથા આયુર્વેદિક પદ્ધતિનો સહારો લેતા કોડીનારના નાગરજનો

Spread the love
Reading Time: < 1 minute

તા. 10.05.2020: COVID-19 ની સમસ્યાએ સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ મુશ્કેલ પરિસ્થિતી નું નિર્માણ કરી દીધું છે. કોડીનાર ખાતે કોરોના ના પોઝિટિવ કેસ આવતા શહેર માં ભય નું વાતાવરણ ઊભું થઈ ગયું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોરોનથી નગરજનો ને બચાવવા કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હોમીઓપેથી તથા આયુર્વેદિક પદ્ધતિઓ નો ઉપયોગ નાગરિકો ના લાભાર્થે શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ગામમાં પ્રથમ તબક્કામાં હોમીઓપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવશે તથા બીજા તબક્કામાં આયુર્વેદિક ઉકાળા ના પડિકા ઘરે ઘરે પહોચડવામાં આવશે. આ દવાઓ થી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. કેન્દ્ર સરકાર ના આયુષ મંત્રાલય ના સચિવ અને કોડીનાર ના મૂળવાતની એવા રાજેશભાઈ કોટેચા, ભાવેશભાઈ રૂપારેલ, દેવશીભાઇ જાદવ, એડવોકેટ વિજયભાઈ ખખ્ખર વી. દ્વારા સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  આ સમગ્ર કાર્યમાં કોડીનારના ડો. શિલાબેન ગોહિલ (હોમીઓપેથિક), વિજયભાઈ ગોહિલ (આયુર્વેદિક), ડો. વાયા ડોળાસા (હોમીઓપેથિક), ઉનાના ડો. પાંચાભાઈ દમણીયા ના સહયોગ બદલ ચેમ્બર ઓફ કોમર્સ કોડીનાર ના પ્રમુખ હરિભાઇ એન. વિઠલાણી દ્વારા ખાસ આભાર પ્રગટ કર્યો છે. આ  કાર્યમાં આર્થિક સહયોગ કરવા ચેમ્બર ઓફ કોમર્સ ના ધી કોડીનાર નાગરિક સહકારી બેન્ક ના ખાતા નંબર 8101411601001162 IFSC: HDFC0CKNSBZ ઉપર રોકડ, ચેક કે ઓનલાઈન ટ્રાન્સફર વડે કરી શકાય છે. નિલેષ લાખાણી, ટેક્સ ટુડે કોડીનાર

error: Content is protected !!