આ આઠમ હું કરી રહ્યો છું આ અલગ પ્રકારનો ઉપવાસ!! શું તમે પણ આ ઉપવાસમાં મારી સાથે જોડશો??

Spread the love
Reading Time: 2 minutes

શ્રવણ વદ સાતમ-આઠમ હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ ધરાવે છે. નંદ કિશોર માખણ ચોર એવા શ્રી ક્રુષ્ણનો જન્મોત્સવ ધાર્મિક રીતે અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ઠેર ઠેર મટકી ફોડના કર્યેક્રમ યોજાતા હોય છે. આબાલ-વૃદ્ધ સૌ આ દિવસોમાં ખાસ કરીને આઠમના રોજ ઉપવાસ રાખતા હોય છે.

હું પણ સામાન્ય રીતે આઠમનો ઉપવાસ કરતો હોય છું. આપણે છેલ્લા બે વર્ષમાં જોયું છે કે કોરોનાના કારણે આપણે આપણાં ઉત્સવ મનાવવાની પદ્ધતિમાં અમુલ ફેરફાર કર્યા છે. આવી જ રીતે મને થયું કે આ વર્ષે આઠમના ઉપવાસની પદ્ધતિમા પણ હું ફેરફાર કરું. સામાન્ય રીતે હું જ્યારે આઠમનો ઉપવાસ કરું છું ત્યારે માત્ર મારા બિસ્કિટ (Parle-G એમ સમજવું) ખાવાના શોખને કાબૂમાં રાખી પુષ્કળ ફરાળ દિવસભર આરોગતો હોવ છું. ઉપવાસમાં ઓછું ખાઇ પેટ-પાચનતંત્રને આરામ આપવાના બદલે અલગ અલગ વ્યંજનો ભરપૂર સ્વાદ લઈ આ ઉપવાસ હું કરતો હતો. પણ આ વખતે મે અલગ રીતે ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે. માટે આ આઠમ ઉપર હું કરી રહ્યો છું અનેરો ઉપવાસ. હું તમને પણ આ ઉપવાસ કરવા ખાસ આગ્રહ પણ કરી રહ્યો છું…..

આપણે આપણાં રોજબરોજના કર્યોમાં આપણાં વાણી વર્તનથી ઘણા લોકોને દુ:ખ પહોચડતા હોય છે. ક્યારેક આપણાં કર્મોને સારી રીતે બજાવવા આ પ્રમાણે વાણી વર્તન કરવું જરૂરી રહેતું હોય છે. પોતાના કર્મોના ભાગ રૂપે જ્યારે કર્તાના ભાવ વગર કોઈ કૃત્ય/વાણીથી કોઈ વ્યક્તિની લાગણી દુભાઇ તે અલગ બાબત છે. મારા મતે કર્મોના સિદ્ધાંતો મુજબ માત્ર નિષ્ઠા પૂર્વક પોતાના કર્મોની બજવણીમાં થતાં કર્યોના કારણે અન્ય કોઈને દુ:ખ પહોચતું હોય તો આવા કર્યો એ ચોક્કસ કરનાર વ્યક્તિને કર્મનો બાધ આપે નહીં પરંતુ જાણી જોઈને, સજગતાના અભાવે, પોતાને પોતાના વર્તન બદલ સજગતથી કર્તા હોવાનું સમજી કરવામાં આવેલ એવા કર્યો કે જે અન્ય વ્યક્તિની લાગણી દુભાવે તેવા કર્મો ચોક્કસ “નેગેટિવ” કર્મ ગણાય અને કર્તાના કર્મના બંધનમાં “નેગેટિવ” કર્મનો વધારો કરે છે. ઉદાહરણ જોઈએ તો કોઈ પોલીસ ઈન્સ્પેકટર કોઈ ચોરીનો ભેદ ઉકેલવા સંદિગ્ધ ચોર ઉપર કઠોરતા વાપરે ત્યારે તે પોતાની ફરજ નિભાવી રહ્યો છે અને આ પ્રકારના કામ બાબતે ચોરની લાગણી દુભાય તો પણ આવા કર્મો પોલીસ ઈન્સ્પેકટરના નેગેટિવ કર્મ ના ગણાય. પરતું જો આ જ ઈન્સ્પેકટર પોતાના ઘરે કામ કરવા આવતા ઘરઘાટી મોડો આવે અને તેને કારણ જાણ્યા વગર ખખડાવે તો આવા કર્મો ચોક્કસ તેના નેગેટિવ કર્મો ગણાય. હોય શકે કે ઘરઘાટીની દીકરી બીમાર હોય, તે પોતે કોઈ મુશ્કેલીમાં હોય શકે છે આવા તો અનેક કારણો મોડા આવવાના હોય શકે છે.

મારા પોતાના કૃત્યો/વર્તનનું નજીકથી અવલોકન કરી હું એવા તારણ ઉપર આવ્યો છું મોટાભાગે અન્યોને વાણી વર્તનથી દુ:ખ પહોચડવાના કૃત્યો એ મારા દ્વારા જાણીજોઈને, સજગતાના અભાવે, અન્યોની પરિસ્થિતીનો ખ્યાલ રાખ્યા સિવાય કરવામાં આવતા હતા. આવા “નેગેટિવ” કર્મ છોડવાના અનેરા ઉપવાસનો આજે આ જન્માષ્ટમીથી હું શરૂઆત કરું છું.

આ આઠમ ઉપર મે એવો ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે કે હું મારાથી જાણીજોઈને કોઈ પણ વ્યક્તિને દુ:ખ આપે તેવા કર્યો, તેવી વાણીથી દૂર રહીશ. મારા વાણી વર્તનમાં સજગતા રાખીશ કે જેના કારણે હું મારી સાથે સંપર્કમાં આવનાર વ્યક્તિની લાગણી અને તેમના સ્વમાનનું સન્માન કરીશ. જાણી જોઈને તો કોઈની ભાવનાને ઠેસ નહીં પહોચડું તે ચોક્કસ છે પરંતુ આ બાબતે સજગતા કેળવી મારા વાણી વર્તનથી કોઈ ને દુ:ખ કે ઠેસ ના પહોચે તેનું ચોક્કસ ખ્યાલ રાખીશ. આ પ્રકારે અલગ રીતે ઉપવાસ કરી હું આ આઠમ ઉજવવાનો છું. શું તમે આ પ્રકારે ઉપવાસ કરવામાં મારી સાથે જોડશો???

અને છેલ્લે મારા સૌ મિત્રો, સ્નેહીઓ અને વાંચકોને “Happy Janmastami”!!

By Bhavya Popat

Mo. 9924121700

error: Content is protected !!