જી.એસ.ટી. હેઠળ આપવામાં આવી મહત્વની રાહતો….જે જાણવી છે તમારા માટે જરૂરી

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. પોર્ટલ પણ લગભગ કાર્યરત હોય આ પ્રકારે આપવામાં આવેલ રાહતોને આવકરતા ટેક્સ પ્રોફેશનલ્સ

તા. 29.08.2021: જી.એસ.ટી. હેઠળ કરદાતાઓને કોરોના મહામારીના આ કપરા કાળમાં મહત્વની રાહતો આપતા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. કંપની કરદાતાઓ કે જેઓએ પોતાના જી.એસ.ટી. હેઠળના રિટર્ન ડિજિટલ સિગ્નેચર વડે સહી કરવી જરૂરી હોય છે. આ બાબતે કોરોના કાળમાં કરદાતાઓને આ વિધિમાં 31 ઓગસ્ટ સુધી રાહત આપવામાં આવી હતી. આજે નોટિફીકેશન 32/2021, તા. 29.08.2021  દ્વારા આ રાહતમાં વધારો કરી 31 ઓક્ટોબર સુધી આ ડિજિટલ સિગ્નેચર કરવાં માંથી કંપની કરદાતાઓને મુક્તિ આપવામાં આવી છે.  જુલાઇ 2017 થી એપ્રિલ 2021 સુધીના બાકી રિટર્ન બાબતે કરદાતાઓને આપવામાં આવેલ લેઇટ ફીની રાહત 31 ઓગસ્ટ સુધીમાં ભરવામાં આવતા રિટર્ન બાબતે જ આપવાની થતી હતી. આ મુદતમાં વધારો કરી 30 નવેમ્બર સુધી આ મુદત માટેના રિટર્ન ભરવામાં આવશે ત્યારે 500 રૂપિયાની રાહતકારક લેઇટ ફીનો લાભ આપવામાં આવશે એવી મહત્વની જાહેરાત નોટિફિકેશન 33/2021, તા. 29.08.2021 દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત એવા કરદાતા કે જેમના જી.એસ.ટી. રજીસ્ટ્રેશન જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ કરી નાંખવામાં આવ્યા હોય તેવા કિસ્સામાં જ્યારે રિવોકેશન અરજી કરવાની મુદત 01 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં પડતી હોય ત્યારે આ મુદતમાં 30 સપ્ટેમ્બર સુધીમાં કરી શકશે તેવી મહત્વની રાહત 34/2021, તા. 29.08.2021 દ્વારા આપવામાં આવી છે. કોરોનાના આ મુશ્કેલ સમયમાં આ પ્રકારે કરદાતાને રાહતો આપવામાં આવી છે તે ખાસ આવકારદાયક ગણાય. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!