ઇન્કમ ટેક્સ હેઠળ 12A, 80G સહિતની અરજી કરવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો

Spread the love
Reading Time: < 1 minute

વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ રકમ ભરવાની મુદતમાં પણ 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યો વધારો

તા. 29.08.2021: ઇન્કમ ટેક્સ હેઠળ કરવાની થતી અનેક કાર્યવાહીમાં આજે સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા એક પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ટ્રસ્ટ દ્વારા કરવાની થતી 12A તથા 80G અંગેની કાર્યવાહી, 15 G તથા 15 H ના ફોર્મ ઓનલાઈન અપલોડ કરવા અંગેની કાર્યવાહી જેવી કરવાહીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ માટે કલમ 12A, 80 G, 10(23C) હેઠળ નોંધણી, રિન્યુયલ જેવી કાર્યવાહીની મુદત જે 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થતી હતી તેના માટેની મુદતમાં 31 માર્ચ 2022 સુધીનો આવકારદાયક વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 30 જૂનના રોજ પૂરા થતાં ત્રિમાસ માટેના મેળવેલ 15 G તથા 15 H જે 31 ઓગસ્ટના રોજ અપલોડ કરવાના થતાં હતા તે હવે 30 નવેમ્બર 2021 સુધીમાં અપલોડ કરી શકશે. એવી જ રીતે 30 સપ્ટેમ્બર 2021 ના ત્રિમાસ માટે મેળવેલ 15 G તથા 15 H કે જે 15 ઓક્ટોબર 2021 સુધીમાં અપલોડ કરવાના થતાં હતા તેની મુદતમાં પણ વધારો કરી 31 ડિસેમ્બર કરી આપવામાં આવ્યો છે. આ સિવાય પણ ઇન્વેસ્ટમેંટ ફંડ, પેન્શન ફંડ, ખાસ કંપનીઑ માટેના અન્ય ફોર્મ ઓનલાઈન ભરવાની મુદતમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર આ ફોર્મ અપલોડ કરવામાં પાડી રહેલી મુશ્કેલી બાબતે કરદાતાઓ ફરિયાદ કરી રહ્યા હતા. ટેક્સ પ્રોફેશનલ્સનો મોટો વર્ગ આ પ્રકારે મુદતો વધારા અંગે આસ્વાસ્થ હતા તેવા સમાચારો મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!