01 સપ્ટેમ્બરથી લાગુ થશે જી.એસ.ટી. નો આ મહત્વનો ફેરફાર જે કરી શકે છે તમારી ઉપર મોટી અસર ……

Spread the love
Reading Time: < 1 minute

કરદાતાએ જ્યારે પોતાના પાછલા 3B રિટર્ન નહીં ભર્યા હોય તો તેઓ નહીં ભરી શકે GSTR 1

તા: 28.08.2021: જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. કાયદા, નિયમો તથા પોર્ટલ ઉપર અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ક્યારેક કોઈ ફેરફારોનો હેતુ જી.એસ.ટી. હેઠળ થતી કરચોરી રોકવાનો હોય છે અને અમુક ફેરફારોનો હેતુ કરદાતાઓ માટે સરળતા લાવવાનો હોય છે. 01 સપ્ટેમ્બરથી એક મહત્વનો ફેરફાર જી.એસ.ટી. પોર્ટલ ઉપર થવા જઇ રહ્યો છે. આ બદલાવ મુજબ જો કોઈ કરદાતાના પાછલા બે મહિનાના GSTR 3B ભરવાના બાકી હશે તો તેમને 01 સપ્ટેમ્બર બાદ સિસ્ટમ દ્વારા તેમના GSTR 1 ભરવા આપવામાં આવશે નહીં. આવી રીતે QRMP સ્કીમ હેઠળ ત્રિમાસિક 3B રિટર્ન ભરવા જવાબદાર કરદાતા માટે જો તેમનું છેલ્લા ત્રિમાસનું 3B રિટર્ન ભરવાનું બાકી હશે તો પણ તેઓ 01 સપ્ટેમ્બરથી પોતાનું GSTR 1 ભરી શકશે નહીં. જ્યારે કોઈ કરદાતા GSTR 1 ભરશે નહીં ત્યારે તેમના ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં મુશ્કેલી સર્જાશે. જી.એસ.ટી. નિયમો હેઠળના નિયમ 59(6) માં કરવામાં આવેલ નિયમનો અમલ  હેઠળ આ ફેરફાર પોર્ટલમાં લાગુ થવા જઇ રહ્યો છે. કરદાતા જ્યારે પોતાનૌ GSTR 1 સબમિટ કરવા જશે ત્યારે તેઓને આ “ડિફોલ્ટ” અંગેની “એરર” સિસ્ટમ દ્વારા આપવામાં આવશે. જો કે કરદાતા દ્વારા અપલોડ કરવામાં આવેલ ડેટા સિસ્ટમ ઉપર રહેશે અને જ્યારે બાકી 3B રિટર્ન કરદાતા દ્વારા ભરી આપવામાં આવશે ત્યારે તેઓને પોતાના GSTR 1 સિસ્ટમ ઉપર સબમિટ કરી શકશે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટના ધ્યાને આવ્યું છે કે ઘણા કરદાતા પોતાના ખરીદનારને ક્રેડિટ મળે તે માટે GSTR 1 નિયમિત ભરી આપતા હતા પરંતુ GSTR 3B ફોર્મ કે જેના દ્વારા  તેઓએ ટેક્સ ભરવાનો થાય છે તે ભરવામાં ચૂંક કરતાં હતા. હવે જ્યારે આ સુધારો જી.એસ.ટી. પોર્ટલ ઉપર કરવામાં આવશે ત્યારબાદ કરદાતાઓ આ પ્રમાણે ટેક્સ ચૂકવવામાં ઢીલ કરી કરી શકશે નહીં. આ પ્રકારના સુધારાથી કરચોરી ઘટાડી શકાય છે તથા આ પ્રકારના પગલાંથી કરદાતાઓ નિયમિત બનશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

error: Content is protected !!