જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન માં આવ્યા મહત્વના સુધારા: આ જાણવા છે દરેક માટે જરૂરી!!
તા. 24.06.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ 24 જૂન ના રોજ મહત્વના જાહેરનામા બહાર પાડી, મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો જાણવા સૌ માટે જરૂરી છે. આ જાહેરનામાની સરળ ભાષામાં સમજૂતી આપવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.
નોટિફિકેશન: 50/2020, તા. 24.06.2020: કંપોઝીશન ના નિયમોમાં ફેરફાર
01.04.2020 થી કંપોઝીશન હેઠળ જે વેરો ભરવા નો આવશે તે નીચે મુજબ રહેશે.
ક્રમ | જી.એસ.ટી. હેઠળ કલમ | કરદાતાઓ નો પ્રકાર | વેરા નો દર |
1 | કલમ 10 ની પેટા કલમ 1 અને 2 | ઉત્પાદકો (આ દર સરકાર દ્વારા જાહેર કરાયેલ ખાસ ઉત્પાદકોને લાગુ પડશે નહીં) | પોતાના કુલ ટર્નઓવર ના 1%
(CGST 0.5 + SGST 0.5) (ઉત્પાદકોએ પોતાના કરમુક્ત સહિતના કુલ ટર્નઓવર ઉપર જી.એસ.ટી. ભરવાનો રહે છે) |
2 | કલમ 10 ની પેટા કલમ 1 અને 2 | રેસ્ટોરન્ટ ની સેવા આપતા કરદાતા | પોતાના કુલ ટર્નઓવર ના 5%
(2.5% CGST+2.5% + 2.5% SGST) |
3 | કલમ 10 ની પેટા કલમ 1 અને 2 | ઉપર જણાવેલ સિવાય ના કરદાતા જેવા કે ટ્રેડર્સ-વેપારીઓ | કરપાત્ર માલ તથા સેવા ના 1%
(CGST 0.5 + SGST 0.5)
|
4 | કલમ 10 ની પેટા કલમ 2A | જે કરદાતાઓ ઉપર મુજમ કંપોઝીશન માં ના જય શકે તેવી સેવા પ્રદાન કરે છે તેવા સેવા કરદાતાઓ | કરપાત્ર માલ તથા સેવાઓ ઉપર 6%
( 3% CGST+ 3% SGST) |
સંપાદક નોંધ: કંપોઝીશન કરદાતા કે જેઓ પોતાના મુખ્ય ધંધા ઉપરાંત સેવા પ્રદાન કરે તે અંગે ક્યાં દરે વેરો લાગુ પડે તે બાબતે અનેક પ્રશ્ન ઉઠી રહ્યા હતા. આ જાહેરનામા દ્વારા આ બાબતે ખુલાસો થઈ ગયો છે. મારા અંગત માટે, આ દરો 01.04.2020 થી લાગુ પડે. આ કારણે 31.3.2020 સુધી ટ્રેડરે આપેલ સેવા માટે, જે તે સેવા ના રેગ્યુલર દરે વેરો ભરવાનો થાય તેવું અર્થઘટન કોઈ કરી શકે.