જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન (9, 9A,) તથા જી.એસ.ટી. ઓડિટ (9 C) ની મુદત 31 માર્ચ 2019 સુધી વધારવામાં આવી: પ્રેસ રિલિઝ

Spread the love
Reading Time: < 1 minute

તા: 08.12.2018: જી.એસ.ટી.  કાયદા હેઠળ 31 ડિસેમ્બર સુધીમાં ભરવાના રહેતા વાર્ષિક રિટર્ન તથા ઓડિટ માટે ની મુદત 07 ડિસેમ્બર ની પ્રેસ રીલીઝ દ્વારા 31 માર્ચ સુધી વધારવામાં આવ્યા ની જાહેરાત કરી આપવામાં આવેલ છે. સપ્ટેમ્બર માહિનામાં આ ફોર્મ્સ અંગે ના પરીપત્રો આપી દેવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર હજુ આ ફોર્મ્સ જી.એસ.ટી. વેબસાઇટ ઉપર મૂકવામાં આવી શક્યા નહતા. આ કારણોસર ટેક્સ પ્રેકટીશનર લોબી તથા વેપારીઓ માં અંગે ઘણી નિરાશા પ્રવર્તતી હતી. જી.એસ.ટી. ખાતા એ આ અંગે સમયસર જાહેરાત કરી આ મુદત માં વધારો કરી મહદ અંશે વેપારી આલમ તથા પ્રેકટિશનરો ની માંગણી સમયસર પૂરી કરેલ છે. સમયસર આ પ્રેસ રીલીઝ આપવા બદલ ટેક્સ ટુડે સરકાર નો આભાર પ્રકટ કરે છે તથા ખાસ અપીલ કરે છે કે જી.એસ.ટી. નું આ સૌથી મહત્વ નું ફોર્મ શક્ય એટલું જલ્દી સાઇટ ઉપર ચાલુ કરી દેવામાં આવે જે થી ટેક્સ પ્રેકટીશનરો તથા વેપારીઓ ને આ ફોર્મ ભરવામાં યોગ્ય સમય મળી રહે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.

error: Content is protected !!