સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના…(આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 5 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

1.   મારા અસીલ કમ્પોજિશન ની પરવાનગી ધરાવે છે. સાથે એમની એક દુકાન ભાડે આપેલ છે. તો ભાડે આપેલ દુકાન પર તેમણે ક્યાં દરે વેરો ભરવાનો રહેશે?

                                                                                                                                 ભવ્ય પોપટ, ઉના

જવાબ: તા. 01.02.2019 થી આ કિસ્સા માં ભાડા ઉપર પણ કમ્પોજીશન ના દરે વેરો ભરવાનો રહેશે. 0.5% CGST+ 0.5% SGST ના દરે દુકાન ભાડા પર વેરો ભરવાનો થાય.

 

 

2.   હું કોમ્પોજિશન ની પરવાનગી ધરાવતો વેપારી છું. મારૂ ટર્નઓવર 20 લાખ થી નીચે હોય, હું નોંધણી નંબર રદ કરાવવા ઈચ્છું છું. મારા વકીલ કહે છે કે મારે મારા સ્ટોક ઉપર ટેક્સ ભરવાનો રહેશે? શું આ સાચું છે?

                                                                        એક વેપારી, દીવ

જવાબ: હા, તમારા વકીલ નું મંતવ્ય સાચું છે. તમારે સ્ટોક ઉપર કોમ્પોજિશનના દરે ટેક્સ ભરવાનો થાય.

 

3.   હું સરકારી કોન્ટ્રાક્ટ નું કામ કરું છું. ફેબ્રુઆરી માહિનામાં મારા પેમેન્ટ માથી બે સરકારી એજન્સી એ TDS કર્યો છે. એક ની વિગતો પોર્ટલ ઉપર મારા લૉગિન માં દેખાય છે પણ એક એજન્સી ની દેખાતી નથી. આવા સંજોગો માં મારા માટે શું સલાહ ભર્યું ગણાઈ?

i.           એક એજન્સી ની TDS ક્રેડિટ હું સ્વીકારી લઈ ક્રેડિટ નું પત્રક ફાઇલ કરું?

ii.          બીજા એજન્સી ની વિગત દર્શાવે ત્યાર બાદ જ એકસેપ્ટ કરી ક્રેડિટ નું પત્રક ભરું?

એક એજન્સી ની TDS ની રકમ સ્વીકાર્ય બાદ અન્ય એજન્સી વિગતો અપલોડ કરે તો મારી પાસ શું વિકલ્પ છે?

                                                                                                                     જવાહર ગાંધી, વેપારી ઉના

જવાબ: આવા સંજોગો માં નીચેના વિકલ્પો રહે.

 

i.           કપાત કરનાર એજન્સી ને ટીડીએસ રિટર્ન ભરવા દબાણ કરો. અથવા TDS ક્રેડિટ લીધા સિવાય ટેક્સ ની ચુકવણી કરી રિટર્ન ભરી આપો.

ii.          GST સિસ્ટમ માં આ અંગે કોઈ સ્પષ્ટતા નથી. એક વાર જે તે મહિના ની ક્રેડિટ સ્વીકારે જાય ત્યાર બાદ નો કોઈ ક્રેડિટ જમા આવે તો કેવી રીતે સ્વીકારવી તે અંગે સ્પસ્ટતા આવવી જરૂરી છે. 

 

   

4.   મારા અસીલ નો ધંધો મુખ્યત્વે કરમુક્ત માલ નો છે. પણ અમુક મહિનાઓ માં કરપાત્ર માલ નું વેચાણ પણ આવે છે. મારે ક્રેડિટ રિવર્સલ માસિક ધોરણે કરવું હિતાવહ છે કે વાર્ષિક ધોરણે?

                                                                                                                         કૌશલ પારેખ, એકાઉન્ટ દીવ

જવાબ: આ કિસ્સા માં માસિક ધોરણે ક્રેડિટ ને રિવર્સ કરવી. વાર્ષિક રિટર્ન ભરતા આ રિવર્સ કરેલ ક્રેડિટ ની ફરી ગણતરી કરી, ભરવાપાત્ર હોય તો વધારાનો વેરો, વ્યાજ સાથે ભરવો પડે અને ક્રેડિટ વધતી હોય તો પછીના વર્ષ માં કેરી ક્રેડિટ કરવાની રહે.

 

 

5.   વાર્ષિક રિટર્ન ભર્યા બાદ મારી ક્રેડિટ વધારાની જમા રહે છે. આ ક્રેડિટ ને ક્રેડિટ લેજર માં કેવી રીતે લઈ જય શકાય?

ઉદાહરણ તરીકે: વાર્ષિક રિટર્ન ભરતા માલૂમ પડ્યું કે 100000 નું વેચાણ બે વાર દર્શાવે ગયું છે. એક તો DRC 03 માં અને ત્યાર બાદ 3B વડે. વાર્ષિક રિટર્ન મુજબ નીચે ના આંકડા ફલિત થાય છે.

આઉટ વર્ડ સપ્લાય:             1000000/-

ટેક્સ લયાબિલિટી               180000/-

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ              198000/-

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માં થી

ભરેલ આઉટ પુટ ટેક્સ          180000/-

જમા રહેલ ક્રેડિટ                 18000/-

ફેબ્રુઆરી મહિના ના અંતે ટેક્સ ક્રેડિટ    શૂન્ય

        આ 18000/- ની ક્રેડિટ જે વાર્ષિક રિટર્ન ભરતા ઊભી થઈ છે તેને કેવી રીતે ટેક્સ ક્રેડિટ લેજર માં સમાવી શકાય?                                                                                                                                                             ભવ્ય પોપટ, એડવોકેટ

જવાબ: વાર્ષિક રિટર્ન માં સાચું ટર્નઓવર દર્શાવી દેવું. જમા રહેતી રકમ રિફંડ તરીકે અથવા રીક્રેડિટ તરીકે લઈ શકાય. આ અંગે પણ સરકાર તરફથી સ્પષ્ટતા થાય તે જરૂરી છે.

 

6.   એન્યુઅલ રિટર્ન માં ભાગ 3 (H) માં રીકેલીમ ઓફ ITC નો વિકલ્પ છે તે શા માટે નો છે?

                                                                      ભવ્ય પોપટ, એડવોકેટ

જવાબ: એન્યુઅલ રિટર્ન માં ભાગ 3 (H) માં અગાઉ ના વર્ષો માં 180 દિવસ માં ચુકવણી અંગે ની જે શરત પૂર્ણ ના થતાં ક્રેડિટ રિવર્સ કરેલ હોય અને ત્યાર બાદ આ ચુકવણી જે વર્ષ માં થઈ જાય ત્યારે રિવર્સ કરેલ ક્રેડિટ રી-ક્લેઇમ કરવા માટે નું ઓપ્શન છે.

 

7.   એન્યુઅલ રિટર્ન માં ભાગ 3 (M) માં એની અધર ITC નો વિકલ્પ છે તે શા માટે નો છે?

                                                                      ભવ્ય પોપટ. એડવોકેટ

જવાબ:   એન્યુઅલ રિટર્ન માં ભાગ 3(M) માં એની અધર ITC નો વિકલ્પ છે તેમા કલમ 18(1) અને 18(3) માં લીધેલ ક્રેડીટ ના ફીગર નાખવાના રહેશે તે ઉપરાંત કોઈ બીજી બાકી રહી જતી ITC ની ક્રેડિટ કે જે આ કાયદા નીચે મળવા પાત્ર છે તેની ક્રેડીટ ના ફીગર નાખવાના રહે છે.

 

8.   અલગ અલગ ગ્રાહક ના ઓર્ડર મુજબ નો એક એક બીલ મુજબ 50,000/- થી નીચે ની રકમ પણ બધા બીલ નો ટોટલ રકમ 50000/- થી વધુ થતો હોય અને એક જ વાહન માં જતો હોય તો ઈવેબીલ બવાનું પડે ?

                                                                                                                         હરીભાઈ, વેપારી રાજકોટ

જવાબ- એક જ વેપારી ની જો બીલ ની રકમ 50,000/- થી વધુ થતી હોય તો આવા બીલ ની સાથે ઈ-વેબીલ બનવાવવું પડે. અલગ અલગ વેપારી માટે માલ ની કુલ રકમ 50,000/- થી વધારે હોય તો ઈવેબીલ બનાવવાની જરુર નથી.

 

9.   માલ રવાના થઈ ગયો ને ડીલીવરી પણ થઈ ગઈ પણ ભુલ થી ઈ-વેબીલ બનાવવાનું રહી ગયું તો હવે ઈ-વેબીલ બનાવી શકીએ ?

                                                                                                                         એક વેપારી, જેતપુર.

જવાબ- ઈ-વેબીલ માલ ની મુવમેન્ટ સાથે જોડાયેલ છે. 50,000/- ની ઉપર ના સીટી થી બહાર થતા વેચાણ માં માલ ની સાથે ઈ-વેબીલ બનાવવું ફરજીયાત હતું પંરંતુ જો ભુલાઈ ગયું છે ને માલ પહોચી ગયો છે તો ઈ-વેબીલ બનાવવાનું જરુર રહેતું નથી.

 

10. હુ અત્યારે કોમ્પોઝીન માં છું અને મારે 31.03.2019 થી રેગ્યુલર વેપારી તરીકે જવું છે. મારા સ્ટોક પર ની ક્રેડીટ મને મળી શકે ? કઈ રીતે ?

                                                                                                                 નીતેશ સાગલાણી, વેપારી, જુનાગઢ

જવાબ- કોમ્પોજિશન વેપારી જો રેગ્યુલર વેપારી તરીકે નવા વર્ષ થી જવા માંગતા હોય તો તેને તેના સ્ટોક પરની ક્રેડીટ ટેક્ષ ઈન્વોઈસ ની ખરીદી માં આવેલ છે તેનું મળવાપાત્ર છે. આ માટે બહાર નીકળવાની અરજી કર્યા થી 30 દીવસ ની અંદર ITC-01 નું ફોર્મ ભરવું પડે. આ ફોર્મ ભરતા તેને સ્ટોક પર ની ક્રેડીટ તેના ઈલેક્ટ્રીનીક લેઝર માં જમા મળી જશે.

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!