સરકારી વર્કસ કોન્ટ્રાક્ટ ઉપર પણ લાગશે હવેથી 18% જી.એસ.ટી.

Spread the love
Reading Time: < 1 minute

હાલ ચાલુ કોન્ટ્રાક્ટને પણ લાગુ પડશે આ વધારો!!

18.07.2022: જી.એસ.ટી. હેઠળ સરકારી વર્કસ કોન્ટ્રાક્ટ ઉપર હાલ 12% જી.એસ.ટી. લાગુ પડતો. આ જી.એસ.ટી. માં વધારો કરી હવે 18% કરી આપવામાં આવ્યો છે. આમ, 18 જુલાઇ 2022 પછીના તમામ રનિંગ બિલો ઉપર સામાન્ય રીતે 18% જી.એસ.ટી. લાગુ પડશે. જી.એસ.ટી. હેઠળ વર્કસ કોન્ટ્રાક્ટની મોટાભાગની વસ્તુઓ ઉપર 18% કે તેથી વધુ ટેક્સ લાગુ પડતો હોય, ઇનવરટેડ રેઇટ દૂર કરવા આ વધારો કરવામાં આવ્યો હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. એક બાબત યાદ રાખવી જરૂરી છે કે કરદાતાઓએ જેટલું કામ 18.07.2022 પહેલા પુર્ણ કરી આપ્યું હોય, તે અંગેના બિલ પણ જે તે સરકારી ઓફિસમાં 18 જુલાઇ 2022 પહેલા ઇનવર્ડ કરાવી આપ્યા હોય અને માત્ર પેમેન્ટ 18 જુલાઇ પછી આવે તો આવા વ્યવહાર ઉપર 12 % જી.એસ.ટી. નો લાભ લઈ શકાય છે. આ અંગે જરૂરી વિગતો પોતાના એકાઉન્ટન્ટ કે ટેક્સ પ્રોફેશનલ્સને આપવી જરૂરી બનશે જેથી યોગ્ય ટેક્સ આકરી શકાય. આ અંગે વાત કરતાં ઉનાના જાણીતા કોન્ટ્રાકટર જવાહરભાઈ ગાંધી જણાવે છે કે “જી.એસ.ટી. માં કરવામાં આવેલ 6% જેવો ભારી વધારો ઘણા ચાલુ કોન્ટ્રાક્ટ માટે કોન્ટ્રાકટરને મોટું નુકસાન આપવી શકે છે. આ અંગે એક ગુજરાત રાજ્યના 29.08.2017 ના પરિપત્રનું ધ્યાન દોરી જણાવે છે કે જ્યારે કોઈ ચાલુ કોન્ટ્રાક્ટ દરમ્યાન જી.એસ.ટી. વધારવામાં આવે ત્યારે ગુજરાત સરકાર આ કોન્ટ્રાકટરોને વધારાના જી.એસ.ટી. જેટલું વળતર આપતી હોય છે. આ પરિપત્રની જાણકારીના અભાવે ઘણા કોન્ટ્રાકટરો આ લાભ લઈ શકતા નથી અને મોટા નુકસાનનો સામનો તેઓએ કરવો પડે છે”.

જી.એસ.ટી. હેઠળ 18 જુલાઇ થી કરવામાં આવેલ વર્કસ કોન્ટ્રાકટર ઉપરનો વધારો ઘણા કોન્ટ્રાક્ટના કામો માટે મોટી મુશ્કેલી ઊભી કરશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!