હવેથી હોટેલમાં રૂમ બુકિંગમાં નહીં મળે કોઈ કરમુક્તિ!!! 1000 સુધીના રૂમ ભાડા પર પણ લાગશે 12% જી.એસ.ટી.

Spread the love
Reading Time: < 1 minute

1000 રૂપિયા સુધીની કરમુક્તિનો હોટેલ ઈન્ડસ્ટ્રીના ઘણા કરદાતાઓ ગેર લાભ ઉઠાવતા હોવાના કારણે આ કરમુક્તિ હટાવવામાં આવી હોવાની ધારણા!!

18.07.2022: આજથી હોટેલ ઈન્ડસ્ટ્રીને મળી રહેલી 1000 સુધીના રૂમ ભાડા ઉપરની જી.એસ.ટી. કરમુક્તિ હટાવવામાં આવી છે. હવેથી હોટેલ ઈન્ડસ્ટ્રી માટે તમામ રૂમના ભાડા કરપાત્ર બનશે. આ કારણે નાના નાના ગેસ્ટ હાઉસ તથા ઘણી ધર્મશાળાઑ પણ જી.એસ.ટી. હેઠળ આવી શકે છે. આ ઉપરાંત ઘણા એવા ટ્રસ્ટ કે જેઓ ઇન્કમ ટેક્સ હેઠળ 12A હેઠળ માન્યતા ધરાવતા નથી તેઓની ઉપર પણ આ કરમુક્તિ પાછી ખેચવાના કારણે માંઠી અસર થઈ શકે છે. આ કરમુક્તિ પાછી ખેંચવામાં આવતા ઘણા કરદાતાઓ કે જેઓ અત્યાર સુધી જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર ના હતા તેઓ એ જી.એસ.ટી. નંબર મેળવી તેના રૂમ ભાડા ઉપર ટેક્સ ચૂકવવાનો થશે. ઉલ્લેખનીય છે કે હોટેલ ઈન્ડસ્ટ્રી એ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ હેઠળ સેવા ગણાય છે અને જી.એસ.ટી. નોંધણી મેળવવા માટે તેઓની ઉપર 20 લાખની મર્યાદા લાગુ પડે છે. હોટેલ ઈન્ડસ્ટ્રી માટે 40 લાખની મર્યાદા લાગુ થાય નહીં. આ કરમુક્તિ આજઠી હટાવવામાં આવતા હોટેલ ઈન્ડસ્ટ્રીમાં જી.એસ.ટી. હેઠળ નોંધણી ધરાવતા કરદાતાએ ખાસ પોતાની સિસ્ટમમાં સુધારો કરી તેઓના સ્ટાફને આ અંગે જાણકારી આપવાની રહે કે હવેથી આ તમામ રૂમ ઉપર જી.એસ.ટી. ગ્રાહક પાસેથી ઉઘરાવવામાં આવે.

1000 સુધીની કરમુક્તિ મર્યાદા પાછા ખેચવાનું મુખ્ય કારણ નિષ્ણાંતો કરચોરીને માની રહ્યા છે. વિવિધ જી.એસ.ટી. અન્વેષણ કાર્યવાહીમાં એ પ્રકારેની વિગતો બહાર આવી હતી કે ઘણી હોટેલ 1000 થી વધુ ટેરિફ પર રૂમ બુકિંગ કરતાં હોવા છતાં જી.એસ.ટી. રિટર્નમાં આ રૂમ 1000 સુધીના દર્શાવી કરમુક્તિનો ખોટો લાભ લેતા હતા. કારણ જે પણ હોય પણ હોટેલ ઈન્ડસ્ટ્રી માટે આ જી.એસ.ટી. ની કરમુક્તિ પાછી ખેચવામાં આવી તે મુશ્કેલ બાબત ગણી શકાય. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

2 thoughts on “હવેથી હોટેલમાં રૂમ બુકિંગમાં નહીં મળે કોઈ કરમુક્તિ!!! 1000 સુધીના રૂમ ભાડા પર પણ લાગશે 12% જી.એસ.ટી.

  1. I appreciate with your work of GST income tax and all other government rules judgement news which provided by you

Comments are closed.

error: Content is protected !!