2018-19 ના જી.એસ.ટી. વાર્ષિક રિટર્નની મુદતમાં કરવામાં આવ્યો વધારો
31 ડિસેમ્બર 2020 સુધી ભરી શકાશે વાર્ષિક રિટર્ન!!
24.10.2020: જી.એસ.ટી. હેઠળ ભરવાના થતાં વાર્ષિક રિટર્નની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર સુધી આ રિટર્ન હવેથી ભરી શકાશે. હાલ, આ મુદત 31 ઓક્ટોબર હતી. આ અંગે સરકારે પ્રેસ રીલીઝ બહાર પાડી જાહેરાત કરેલ છે. કોરોનાના કારણે આ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી ઘણાબધા વ્યાવસાયિક સંગઠનો આ મુદતમાં વધારો થાય તે અંગે વિભિન્ન હાઇકોર્ટમાં રિટ પિટિશન કરેલ હતી. સામાન્ય રીતે આ પ્રકારનો મુદતનો વધારો છેલ્લા દિવસે જાહેર કરવામાં આવતો હોય છે. પરંતુ સમયસર મુદતમાં વધારો જાહેર કરી સરકાર દ્વારા સરસ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વાર્ષિક રિટર્નની મુદતમાં વધારો થતાં કરદાતાઓ ખાસ કરીને કરવ્યવસાયીઑ એ રાહતનો શ્વાસ લીધો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
What about income tax?
It is also extended