ઇન્કમ ટેક્સ યુટિલિટીમાં કરવામાં આવ્યો ફેરફાર!! શું મુદત વધારાના આ છે સંકેતો???
ઇન્કમ ટેક્સ ઓડિટની મુદતમાં 7 દિવસ બાકી અને ઇન્કમ ટેક્સ યુટિલિટીમાં ફરી કરવામાં આવ્યો ફેરફાર!! CA થઈ રહ્યા છે પરેશાન
તા. 23.10.2020: 2019-20ના ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત 31 ઓક્ટોબર 2020ના રોજ પૂરી થાય છે . હવે જ્યારે 7 દિવસ બાકી છે ત્યારે ફરી ઓડિટ રિપોર્ટ અપલોડ કરવાની યુટિલિટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર કરવાથી જે ઓડિટ રિપોર્ટ તૈયાર હશે તેના માટે પણ CA એ આ નવી યુટિલિટી મુજબ ફેરફારો કરવાના રહેશે. કોવિડના કારણે આ મુદતમાં વધારો થાય તેવી માંગ સતત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ હાઇકોર્ટમાં મુદત વધારો કરવા રિટ પિટિશન પણ ફાઇલ થઈ છે. ભૂતકાળના અનુભવો જોવામાં આવે તો અંદાજ આવે છે કે જ્યારે છેલ્લા અઠવાડીયામાં “સ્કીમાં” માં ફેરફાર કરવામાં આવ્યો હોય ત્યારે મુદત વધારવામાં આવે છે. ટેક્સ ઓડિટની મુદતમાં ઓછામાં ઓછો 1 મહિનાનો વધારો થાય તેવી આશા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટિશનરો સેવી રહ્યા છે. જો ઓડિટની મુદતમાં વધારો કરવામાં આવે તો ઇન્કમ ટેક્સ રિટર્નની મુદતમાં પણ ઓટોમેટિક 1 મહિનાનો વધારો થઈ જાય તેવું જાણકારો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.