બોગસ નંબર રોકવા શરૂ કરવામાં આવેલ પદ્ધતિ બનાવી રહી છે જી.એસ.ટી. નંબર આપવાની પદ્ધતિને બોગસ??
તા. 23.10.2020: નવા નંબર માં છેલ્લા બે મહિના થી જે પહેલા સરળતાથી નંબર મળી જતાં હતાં એમાં આધારથી વેલીડેશન કર્યાં પછી પણ સેન્ટ્રર કે સ્ટેટ બને વિભાગ દ્વારા પરફેક્ટ ડોક્યુમેન્ટ હોવા છતા જગ્યા ના ડોક્યુમેન્ટ માં ભુલ છે અથવા આધાર કાર્ડ સાથે અપલોડ નથી કરેલ એવી બિંજરૂરી “કવેરી” કાઢવામાં આવી રહી છે. ત્યારબાદ જવાબ અને નવા વધારાના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી નંબરની અરજી કાયદાની જોગવાઇઓ વિરુદ્ધ રિજેક્ટ કરી નાખવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ઉપલા અધિકારી દ્વારા દરેક રીજેકટ કરેલ અરજી માં અભ્યાસ કરવામાં આવે તો 95% કેસમાં ખોટી રીતે નંબર ની અરજી રીજેકટ કરી હોય એ ચોક્કસ રીતે બહાર આવી શકે એમ છે. અમુક ઓફીસર એવી પણ વાત કરે છે કે તેવો ને ખાતાનો આંતરિક સર્ક્યુલર છે કે દરેક માં કવેરી ચોક્કસ મુકવી. ઓગસ્ટમાં બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ આધાર ઓથેંટિકેશન દ્વારા વેલીડ કરેલ અરજીનો નિકાલ 3 દિવસમાં કરવાનો રહે છે. આ સિવાયના કિસ્સામાં 21 દિવસમાં નોંધણી દાખલો સ્થળ તપાસ બાદ આપવામાં આવે છે. આ આધાર ઓથેન્ટીકેશન દ્વારા કરદાતા બોગસ નંબર મેળવતા વ્યક્તિઓને રોકવા શરૂ થયેલ નવી પદ્ધતિ કદાચ આવનાર સમયમાં ભ્રષ્ટાચારની વધું એક બારી થઈ જાય તો નવાઇ નહીં!! લલિત ગણાત્રા-જેતપુર સાથે ભવ્ય પોપટ, ઉના-ટેક્સ ટુડે