ધી ઉના પીપલ્સ કો ઓપ. બેન્ક લીની 38 મી સાધારણ સભા યોજાઇ: સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા રહ્યા ખાસ ઉપસ્થિત
ટાઉન હૉલ ઉના ખાતે યોજાઇ AGM: મોટી સંખ્યામાં શેર હોલ્ડર રહ્યા ઉપસ્થિત
તા. 26.09.2022: ધી ઉના પીપલ્સ કો ઓપ. બેન્ક લી. ની 38 મી વાર્ષિક સાધારણ સભા ટાઉન હૉલ, ઉના ખાતે તારીખ 24 સપ્ટેમ્બર ના રોજ યોજાઇ હતી. આ AGM માં સહકારી અગ્રણી અને NAFCARD તથા ખેતી બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ ચેરમેન મહેન્દ્રભાઇ ગટેચા, પૂર્વ વાઇસચેરમેન વિજયભાઈ કામવાણી, વર્તમાન ચેરમેન ઇસુભાઈ જેઠવાણી, વાઇસ ચેરમેન મિતેશભાઈ શાહ સહિત ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભામાં પોતાનું વક્તવ્ય આપતા ડોલરભાઇ કોટેચાએ બેન્કની કામગીરીના વખાણ કર્યા હતા અને બેન્કની ઉતરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ આપી હતી. બેન્ક દ્વારા ઉપસ્થિત બન્ને વિશેષ મહેમાનો ડોલરભાઇ કોટેચા તથા કાળુભાઈ રાઠોડનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યેક્રમમાં RBI ના નિયમ અનુસાર નિવૃત થતાં ડિરેક્ટર વિજયભાઈ કામવાણીનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાધારણ સભામાં બેન્કના પૂર્વ ડાયરેક્ટરોનું, બેન્કના લીગલ એડવાઈસરોને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. સાધારણ સભામાં વરિષ્ઠ શેર હોલ્ડર મગનભાઇ ગજેરા તથા ઉકભાઈ બુહા દ્વારા મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. આ સૂચનો અંગે બેન્કના જનરલ મેનેજર મીનાક્ષીબેન ધોળકિયા દ્વારા પ્રતિઉત્તર આપવામાં આવ્યા હતા. સાધારણ સભાનું સંચાલન સુરેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. સાધારણ સભા બાદ મહેમાનો, સ્ટાફ, ડાયરેક્ટરો તથા સભાસાદો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભાના આયોજનમાં બેન્કના જનરલ મેનેજર મીનાક્ષીબેન ધોળકિયા, મેનેજર સંજયભાઈ ઠાકર તથા તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ભવ્ય પોપટ, એડિટર