જી.એસ.ટી. હેઠળ કોઈ કાર્યવાહી ચાલુ ના હોય તો બેન્ક એટેચમેંટ મૂકી શકાય નહીં: અલહાબાદ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે:

વરુણ ગુપ્તા વી. યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સ

સલગ્ન કાયદો: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017

ચુકાદો આપનાર ફોરમ: અલ્હાબાદ હાઇકોર્ટ

માનનીય જજ/મેમ્બર: સૂર્ય પ્રકાશ કેશરવાણી, જયંત બેનર્જી

કરદાતા વતી વકીલ: આલોક શક્ષેના

સરકાર વતી:  સુદર્શન સિંઘ

ચુકાદા તારીખ: 16.08.2022


કેસની હકીકતો:

  • કરદાતાનો માલિકી ધોરણે ગાઝીયાબાદ ખાતે ધંધો કરતાં હતા.
  • અગાઉ પણ કરદાતાનું બેન્ક ખાતું એટેચ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ રિટ પિટિશન દ્વારા આ ખાતું રીલીઝ કરતો ઓર્ડર એ સબબ કરવામાં આવ્યો હતો કે કરદાતા સામે કોઈ કાર્યવાહી હાલ ચાલુ નથી. જ્યારે આ બેન્ક એટેચમેંટ ઓર્ડર કરવામાં આવ્યો હતો ત્યારે જી.એસ.ટી. કાયદામાં થયેલ હાલનો સુધારો લાગુ થયો ના હતો.
  • કરદાતાની બેન્ક એટેચ કરતો એ આદેશ અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો પરંતુ એ જ દિવસે અધિકારી દ્વારા અન્ય આદેશ દ્વારા કરદાતાની બેન્ક ફરી એટેચ કરવામાં આવી હતી.
  • આ એટેચમેંટ આદેશ કરવા સમયે પણ કરદાતા સામે કોઈ કાર્યવાહી ચાલુ નથી તેવો સ્વીકાર રિસ્પોનડંટ દ્વારા કરવામાં આવ્યો છે.

 કોર્ટનો ચુકાદો:

  • કલમ 83 હેઠળ કરવામાં આવતા પ્રોવિસનલ એસેમેંટ ઉપર માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ રાધાકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ વી. સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ એન્ડ અધર્સ (2021) 6 SCC 771 ના કેસમાં ઠરાવવામાં આવ્યું છે કે કરદાતા સામે કલમ 82 હેઠળ પ્રોવિઝનલ એટેચમેંટ કરતાં પહેલા કમિશ્નર દ્વારા પોતાનો આ અંગેનો સ્પષ્ટ અભિપ્રાય નોંધવો જોઈએ. આ માટે કમિશ્નર પાસે કોઈ મહત્વના પુરાવા હોવા જરૂરી છે. આ પુરાવા હોવા ઉપરાંત તેઓ આ આદેશ સરકારી તિજોરીનું નુકસાન બચાવવા કરે છે તે અંગે પણ સ્પષ્ટ નોંધ હોવી જોઈએ. આ પ્રકારની કાર્યવાહી વગર કરવામાં આવેલ બેન્ક એટેચમેંટ સત્તા બહાર ગણાય છે.
  • આ કેસના તથ્યો લગભગ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ રાધાકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ વી. સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ એન્ડ અધર્સ (2021) 6 SCC 771 ના કેસ સાથે સરખા છે.
  • કરદાતા સામે કોઈ પણ કાર્યવાહી ચાલુ ના હોય બેન્ક એટેચમેંટનો આદેશ ટકી શકે નહીં.
  • સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ચુકાદો હોવા છતાં અધિકારી દ્વારા કરદાતા સામે કોઈ કાર્યવાહી ચાલુ ના હોવા છતાં બેન્ક એટેચમેંટનો આદેશ કરેલ છે જે તદ્દન ખોટો કહેવાઈ. આ માટે રિસ્પોન્ડટને 50 હજાર ખર્ચ રિટ પિટિશનરને ચૂકવવા આદેશ કરવામાં આવે છે.

(આ ચુકાદો ખોટી રીતે કરવામાં આવતા બેન્ક એટેચ્મેંટ સામે ખૂબ ઉપયોગી બની શકે છે. આ ચૂકદાઓનું અર્થઘટન ભવ્ય પોપટ (એડવોકેટ તથા એડિટર-ટેક્સ ટુડે) ના અંગત અર્થઘટન છે.)

 

error: Content is protected !!