ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનની 69 મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઇ: જયેશભાઇ શાહ બન્યા નવા પ્રમુખ

Spread the love
Reading Time: 2 minutes

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હૉલ ખાતે AGM નું આયોજન સમગ્ર રાજ્યમાંથી સભ્યો રહ્યા ઉપસ્થિત

તા. 28.06.2023: જી.એસ.ટી. પ્રેક્ટિસ કરતાં ટેક્સ પ્રોફેશનલ્સના ગુજરાત રાજ્યના સૌથી મોટા એસોસીએશન એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનની 69 મી વાર્ષિક સાધારણ સભા (AGM) અમદાવાદના ચેમ્બર ઓફ કોમર્સ હૉલ ખાતે તારીખ 27 જૂન 2023 ના રોજ યોજાઇ હતી. સમગ્ર રાજ્યમાંથી સભ્યો આ AGM માં હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હર્નિશ મોઢ દ્વારા તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એજન્ડા મુજબના વિવિધ મુદ્દાઓ પર AGM માં ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી. સંસ્થાના સભ્યોના તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આગામી વર્ષ 2023 24 માટેના કારોબારીની વરણી AGM માં કરવામાં આવી હતી. કારોબારી સમિતિની 11 જગ્યાઓ માટે 11 ફોર્મ જ આવેલ હોય ચૂટણી વગર જ સૌની સહમતીથી કારોબારી સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી. કારોબારીના તમામ 11 સભ્યોના નામ ચૂટણી અધિકારી સંજયભાઈ શેઠ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને AGM માં ઉપસ્થિત સભ્યોએ આ નામોની બહાલી આપી હતી. 11 કારોબારી સભ્યો ઉપરાંત સંસ્થાના બંધારણ મુજબ એસોસીએટ સંસ્થાઓ પૈકી 5 એસોસીએટ સભ્યોની નિમણૂક પણ AGM માં કરવામાં આવી હતી. આ સભ્યોમાં સેંટરલ ગુજરાત ઝોન તરફથી વડોદરાના નરેન્દ્રભાઈ પટેલ, નોર્થ ગુજરાત ઝોન તરફથી બનાસકાંઠાના સચિનભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર ઝોન 1 તરફથી ભાવનગરના રમેશભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર ઝોન 2 તરફથી જુનાગઢના રજનીકાંત કાલરિયા તથા સાઉથ ઝોન તરફથી શશાંકભાઈ મીઠાઇવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. AGM બાદ કારોબારી સમિતિની મિટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે જયેશભાઇ શાહની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ મિટિંગમાં ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ પરમાર, સેક્રેટરી તરીકે પ્રિતેશભાઈ ગાંધી, આઉટસ્ટેશન સેક્રેટરી તરીકે સુરતના પ્રશાંતભાઈ શાહની તથા ખજાનચી તરીકે જયેશભાઇ ગાંધીની નિમણૂંક કરવામાં આવી હતી. વર્ષ 2022 23 ની કારોબારીના સેક્રેટરી શૈલેષભાઈ મકવાણા દ્વારા મિટિંગના અંતે આભારવિધિ કરવામાં આવી હતી.

ધી ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસીએશનના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોને ટેક્સ ટુડે ટિમ વતી હાર્દિક શુભેચ્છા:

જયેશભાઇ શાહ: પ્રમુખ

શૈલેષભાઈ મકવાણા ઉપ-પ્રમુખ

નરેન્દ્રભાઈ પટેલ  ઉપ-પ્રમુખ આઉટ સ્ટેશન

પ્રિતેશભાઈ ગાંધીમંત્રી

પ્રશાંતભાઈ શાહ મંત્રી (આઉટસ્ટેશન)

નિખિલભાઈ ગાંધી ખજાનચી

હર્નિશભાઈ મોઢ ગત વર્ષ પ્રમુખ

બિપિનભાઈ ભાવસાર કારોબારી સભ્ય

દર્શિતભાઈ શાહ કારોબારી સભ્ય

મેહુલભાઈ શાહ કારોબારી સભ્ય

જયભાઇ ઠક્કર કારોબારી સભ્ય

નિતિશભાઈ શાહ કારોબારી સભ્ય

જયેશભાઇ આચાર્ય કારોબારી સભ્ય

સચિનભાઈ ઠક્કર એસોસીએટ મેમ્બર

રજનિકાંતભાઈ કલારિયા એસોસીએટ મેમ્બર

શશાંકભાઈ મીઠાઈવાલા એસોસીએટ મેમ્બર

રમેશભાઈ ત્રિવેદી એસોસીએટ મેમ્બર

 

(ટેક્સ ટુડે વતી GSTBA ના નવન્યુક્ત પ્રમુખ જયેશભાઇ શાહ, ઉપ પ્રમુખ શૈલેષભાઈ મકવાણા તથા કારોબારી સભ્ય રજનીકાંતભાઈ કાલરિયાને શુભેચ્છા આપતા ટેક્સ ટુડેના લલિતભાઈ ગણાત્રા તથા ભવ્ય પોપટ)

 

error: Content is protected !!