ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનની 70 મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઇ: શૈલેષભાઈ મકવાણા બન્યા નવા પ્રમુખ

Spread the love
Reading Time: 2 minutes

નરેન્દ્રભાઈ કરકરે બન્યા ઉપપ્રમુખ, જગદીશભાઈ વ્યાસ, ડીસા, ઉપપ્રમુખ આઉટસ્ટેશન, આશુતોષ ઠક્કરની સેક્રેટરી, રમેશભાઈ ત્રિવેદી, ભાવનગરની સેક્રેટરી આઉટસ્ટેશન તરીકે થઈ નિમણૂંક

તા. 07.06.2024: ગુજરાત રાજ્યના જી.એસ.ટી. પ્રેક્ટિસ કરતાં પ્રોફેશનલ્સના સૌથી મોટા એસોસીએશન એવા ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશન, (અગાઉ જે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન તરીકે ઓળખાતું હતું) ની 70 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ અમદાવાદ ખાતે 07 જૂન 2024 ના રોજ કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક સાધારણ સભામાં વર્ષ 2023-24 ની પ્રવૃતિ અંગેની માહિતી પ્રમુખ જયેશભાઇ શાહ દ્વારા ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી હતી. ખજાનચી નિખિલભાઈ ગાંધી દ્વારા વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ હિસાબોને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત એસોસીએશનના સભ્યોના બાળકો દ્વારા શૈક્ષણિક વર્ષ 2023 24 માં મેળવવામાં આવેલ ઉપલબ્ધિ બાબતે પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. સંસ્થાના મુખપત્ર એવા સેલ્સ ટેક્સ જર્નલના બેસ્ટ આર્ટીકલનો એવોર્ડ અમદાવાદના યુવાન ટેક્સ પ્રોફેશનલ અને સંસ્થાના કારોબારી સભ્ય એવા દર્શિતભાઈ શાહને આપવામાં આવ્યો હતો. સેલ્સ ટેક્સ જર્નલના બેસ્ટ કૉલમ રાઇટરનો એવોર્ડ સંસ્થાના સિનિયર સભ્ય એવા લલિતભાઈ લેઉવાને આપવામાં આવ્યો હતો. આ મિટિંગમાં આવનારા વર્ષ 2024-25 ના વર્ષ માટેના કારોબારી સભ્યોની તથા હોદેદારોની ન્યૂકતી પણ કરવામાં આવી હતી. સામાન્ય સભા દ્વારા 11 કારોબારી સભ્યો, ઉપરાંત આઉટસ્ટેશનના પાંચ સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. સામાન્ય સભા બાદ પ્રથમ કમિટી મિટિંગ મળી હતી જેમાં હોદેદારોની નિમણૂંક પણ કરવામાં આવી હતી. ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. ના વર્ષ 2023 24 ના હોદેદારો તથા કારોબારી સભ્યોની યાદી નીચે મુજબ છે.

શૈલેષ મકવાણા- પ્રમુખ
નરેન્દ્ર કરકર -ઉપપ્રમુખ
આશુતોષભાઈ ઠક્કર- સેક્રેટરી
રમેશભાઈ ત્રિવેદી-સેક્રેટરી
નિશાંત શાહ -ખજાનચી
પ્રિતેશ ગાંધી
બીપીનભાઈ ભાવસાર
નિતેશભાઈ શાહ
જય ઠક્કર
મેહુલ શાહ
દર્શિત શાહ
નિરવ વડોદરિયા જામનગર
પ્રેમલ શાહ નડિયાદ
વિનોદ ટંડન ગાંધીધામ
જગદીશ વ્યાસ ડીસા(ઉપપ્રમુખ આઉટસ્ટેશન)
ચિરાગ ગાંધી વાપી

 સામાન્ય સભાના અંતે સેક્રેટરી પ્રિતેશ ગાંધી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!