ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ની વાર્ષિક સભા યોજાઈ
ગુજરાતની નામાંકિત વ્યવસાયિક સંસ્થા ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ની વાર્ષિક સભા હોટલ પ્લેટિનમ ઈન, અમદાવાદ ખાતે યોજાઈ. ચાલુ વર્ષે એસોસિએશન ના ૫૦મા મંગલ પ્રવેશ પ્રસંગે સિનિયર ફાઉન્ડર પ્રેસિડેન્ટ ધીરેશભાઈ શાહે સ્થાપના થી અત્યાર સુધી ગતિવિધિની ઉમદા નોંધ લઇને સૌ નો હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ. વર્ષ ૨૪-૨૫ ની કારોબારી માટે ઇલેકશન કમિટી ના ઇન્ચાર્જ સભ્ય વારીશભાઈ ઈશાનીએ કમિટીના વિવિધ પદે નામ જાહેર કરેલ જેમાં પ્રમુખ જયદીપ પટેલ, આઈપીપી કિંજલ શાહ, ઉપ પ્રમુખ પિનાકીન પટેલ, મંત્રી અનિલ ટીમ્બડીયા,સહ મંત્રી દીપ પરીખ, ખજાનચી ગૌરાંગ વ્યાસ, કમિટી સભ્યોમા અનિલ પરીખ, વસંત પટેલ, બિન્દેશ શાહ, અમિત સોની,ઉત્સવ પટેલ, નૈતિક શાહ, મુકેશ પટેલ.
ગત વર્ષના પ્રમુખશ્રી કિંજલભાઈ શાહે વર્ષ દરમ્યાન થયેલ એકટીવીટી રિપોર્ટ રજુ કરેલ જે સભ્યોએ વધાવેલ તે બદલ સૌ નુ ઋણ સ્વીકારેલ. ગોલ્ડન જયુબુલી વર્ષના પ્રમુખશ્રી જયદીપ પટેલે તેમની નિયુક્તિ કરવા બદલ સૌ સભ્યો નુ ઋણ સ્વીકારેલ અને સૌ ના સાથ સહકાર થી એસોસિએશન ને વધુ પ્રગતિશીલ કરીશું તેની ખાતરી આપેલ. આ પ્રસંગે પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ, કારોબારી સભ્યો, સામાન્ય સભ્યો અને એસોસિએશન ના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે