જી.એસ.ટી. અપીલ માટે હશે અલગ પોર્ટલ: સંપૂર્ણ ડિજિટલ અપીલ પદ્ધતિ માટે થઈ રહી છે તૈયારી
જી.એસ.ટી. અપીલ ટ્રિબ્યુનલની પ્રિન્સિપાલ દિલ્હી બેન્ચ જુલાઇ-ઓગસ્ટમાં થશે કાર્યરત: અન્ય તમામ બેન્ચ પણ 2025 સુધીમાં થઈ જશે કાર્યરત
તા. 04.06.2024: જી.એસ.ટી. લાગુ થયાને સાત વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં જી.એસ.ટી. હેઠળ ટ્રિબ્યુનલ કાર્યરત બની શકી નથી. આ અંગે વારંવાર સરકારની કોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવતી રહી છે. હવે લગભગ જી.એસ.ટી. ટ્રિબ્યુનલ શરૂ કરવાનો માર્ગ મોકલો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ જી.એસ.ટી. હેઠળ આપીલ માટે સંપૂર્ણ પણે અલગ પોર્ટલ શરૂ કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ પોર્ટલ ઉપર સંપૂર્ણ પણે ડીજીટલાઇઝ આપીલો ના કારણે અપીલનો નિકાલ ઝડપથી થશે તેવી આશા સેવાઇ રહી છે. ઓનલાઈન પોર્ટલ ઉપર જૂના કેસોની વિગતો પણ સરળતાથી મળી રહેશે જેના કારણે બેન્ચના જજ, વકીલો તથા કરદાતાઓને મદદરૂપ થશે. જોકે નિષ્ણાંતો માની રહ્યા છે કે આ પદ્ધતિ ઘણી ગૂઢ હોય આ પદ્ધતિ લાગુ કરવામાં સમય લાગી શકે છે. “દેર આયે દુરુસ્ત આયે” જી.એસ.ટી. ટ્રાઈબ્યુનલની જલ્દીથી કાર્યરત થાય તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે