Important AAR with Tax Today: ખનન સાથે જોડાયેલ કરદાતા દ્વારા ભરવામાં આવતી રોયલ્ટી ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે??
અરજ્કર્તા: ગિરિરાજ ક્વોરી વર્કસ
ઓર્ડર નંબર: GUJ/GAAR/R/32/20, તારીખ 20 જુલાઇ 2020
અરજદારના ધંધાના તથ્યો:
અરજદાર એ “બ્લેક ટ્રેપ” ની લીઝ ધરાવતા હતા. તેઓ ખનન કરી “બ્લેક ટ્રેપ” નું ઉત્પાદન કરતાં હતા
તેઓ દ્વારા રોયલ્ટી પેટે સરકારને રકમ જમા કરવવામાં આવતી હતી.
અરજદારના પ્રશ્નો:
- અરજદાર દ્વારા સરકારને ચૂકવવામાં આવતી રોયલ્ટી જો સેવા ગણાય તો તેના ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે?
- ગુજરાત સરકાર દ્વારા અરજદારને પૂરી પાડવામાં આવતી સેવા ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે?
AAR નો આદેશ:
કોઈ પણ લીઝ, ટેનન્સી, ઈઝમેંટ, કોઈ જમીન વાપરવાનો હક્ક આપવો એ જી.એસ.ટી. શિડ્યુલ 2 ની એન્ટ્રી 2 મુજબ સેવા ગણાય.
આ સેવાઓ ઉપર સર્વિસ એકાઉન્ટિંગ કોડ 997337 લાગુ પડે. આ સેવા હેઠળ “લાઇસન્સિંગ સર્વિસ ફોર રાઇટ ટુ યુઝ મિનરલ” નો સમાવેશ થાય છે.
આ સેવા બદલ અરજદાર સરકારને રોયલ્ટીની ચુકવણી કરે છે.
આ સેવા ઉપર 18% (9% CGST+ 9% SGST) ના દરે જી.એસ.ટી. લાગુ પડે.
લેખક નોંધ: આ અંગે એક મહત્વની બાબત એ ધ્યાને રાખવી જરૂરી છે કે CGST (રેઇટ) નોટિફિકેશન 13/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 5 મુજબ આ સેવાઓ ઉપર રોયલ્ટી ભરનાર દ્વારા રિવર્સ ચાર્જ મુજબ જી.એસ.ટી. ભરવાનો રહે છે.