જી.એસ.ટી. હેઠળ આપવામાં આવ્યો મહત્વનો ખુલાસો: TCS ઉપર નહીં લગાડવાનો રહે જી.એસ.ટી.

Spread the love
Reading Time: < 1 minute

CBIC એ પોતાના 76/2018, તા 31 ડિસેમ્બર 2018ના સર્ક્યુલર માટે સુધારો બહાર પાડ્યો

તા. 06.10.2020: CBIC દ્વારા 76/2018 ના સર્ક્યુલર દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ લાગતાં TCS ઉપર

પણ જી.એસ.ટી. વસૂલ કરવમો રહેશે. તારીખ 05.10.2020 ના રોજ આ બાબતે એક સુધારો બહાર પાડી CBIC દ્વારા સ્પષ્ટતા  કરવામાં આવેલ

છે કે જી.એસ.ટી. એ TCS ઉપર લગાડવાનો રહેશે નહીં. TCS એ ટેક્સ નથી પરંતુ માત્ર એક વચગાળાની ટેક્સની વસૂલાતની રકમ છે. આમ, સેન્ટરલ ગુડ્સ

એન્ડ સર્વિસ ટેક્સ ની કલમ 15(2) હેઠળ “વેલ્યૂ” નક્કી કરવા TCS ધ્યાને લેવાનો રહે નહીં. આ અંગે સરકારને વેપારી મંડળો દ્વારા અનેક રજૂઆતો

કરવામાં આવી હતી. આ રજૂઆતોને માન્ય રાખી આ સુધારો બહાર પાડવામાં આવ્યો છે. આમ, લાંબા સમયથી ચાલતી આ મુંજવણ ઉપર પૂર્ણ-

વિરામ મુકાય ગયું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

2 thoughts on “જી.એસ.ટી. હેઠળ આપવામાં આવ્યો મહત્વનો ખુલાસો: TCS ઉપર નહીં લગાડવાનો રહે જી.એસ.ટી.

Comments are closed.

error: Content is protected !!