જી.એસ.ટી. કાઉન્સીલની 42 મી મિટિંગના મહત્વના નિર્ણય

Spread the love
Reading Time: 2 minutes

8 કલાક લાંબી મિટિંગમાં અમુક બાબતો ઉપર થઈ ના શકી સહમતી

આજે જી.એસ.ટી. કાઉન્સીલની 42મી મિટિંગ મળી હતી. આ મિટિંગમાં તમામ રાજ્યોના પ્રતિનિધિઑ હાજર રહ્યા હતા. આ મિટિંગ લગભગ 8 કલાક સુધી ચાલી હતી. આ મિટિંગમાં નીચેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

જી.એસ.ટી. કાઉન્સીલના મહત્વના નિર્ણય:

  1. આજે રાત સુધીમાં કંપેનસેશન સેસની 20,000 કરોડની રકમ રાજ્યોને ચૂકવી આપવામાં આવશે.
  2. 24000 કરોડની રકમ જે એવા રાજ્યો હતા જેમને IGSTની રકમ મળવી જોઈએ તેના કરતાં ઓછી મળી હતી, તેવા રાજ્યોને કેન્દ્ર સરકાર ચુકવણી કરી આપશે. આવતા અઠવાડીયાના અંત સુધીમાં આ ચુકવણી કરી નાખવામાં આવશે. જે રાજ્યોને IGSTની રકમ મળવી જોઈએ તેના કરતાં વધુ મળી હતી તેમને ચુકવણી કરવામાં આ કોવિડના મુશ્કેલ સમયમાં, મુદત આપવામાં આવશે.
  3. 1 જાન્યુવારી 2021થી નાના કરદાતાઓ જેઓનું ટર્નઓવર 5 કરોડ કે તેથી નીચે છે તેમને  જી.એસ.ટી.આર. 3B રિટર્ન ક્વાટરલી ભરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે ચલણ દ્વારા દર મહિને પાછલા ક્વાટરની રકમ ઉપરથી અંદાજ કરી ટેક્સની ચુકવણી આવા નાણાં કરદાતાઑએ કરવાની રહેશે.
  4. 01 એપ્રિલ 2021 થી જે કરદાતાઑનું ટર્નઓવર 5 કરોડ ઉપર છે તેમણે  6 આંકડાના HSN નંબર દર્શાવવા ફરજિયાત રહેશે.
  5. 01 એપ્રિલ 2021 થી જે કરદાતાઓનું ટર્નઓવર 5 કરોડકે તેનાથી ઓછું છે તેમણે B2B વ્યવહારો માટે 4 આંકડાના HSN નંબર દર્શાવવા ફરજિયાત રહેશે.
  6. 01 જાન્યુવારી 2021 થી જી.એસ.ટી. રિફંડ લેવા માટે બેન્ક ખાતા PAN તથા આધાર સાથે “વેલિડેટ” થયેલા હોવા જોઈશે. આ સિવાયના ખાતામાં રિફંડની ચુકવણી કરવામાં આવશે નહીં.
  7. રિફંડ અરજી વેલિડેટ કરવા માટે આધાર OTPની સગવડ શરૂ કરવામાં આવશે.

આ સિવાય ઘણા એવા મુદ્દાઓ હતા જેના ઉપર હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. જી.એસ.ટી. કાઉન્સીલની આગામી બેઠક 12 ઓક્ટોબરના રોજ ફરી મળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપેનસેસન સેસની મુદત વધારવા જોકે સર્વસંમતિ સાધવામાં આવેલ છે.

પત્રકારોના પ્રશ્નોના જવાબમાં નાણાંમંત્રીએ જણાવ્યુ હતું કે “14% ગ્રોથ” જેવી પ્રોટેકશન રકમને વધારાના સમય માટે “10%” સુધી લઈ જવા વિચારણા થઈ રહી છે. “સેસ” ની મુદત વધારવામાં આવે ત્યારે આ ગ્રોથ રેઇટ ધ્યાને લઈ શકાય છે તે અંગે હજુ ભવિષ્યમાં ચર્ચાઓ કરવામાં આવશે. સેસના વર્ષો વધારવાથી સૌપ્રથમ હાલના સમયની (કોવિડ સામાની) લોન ઉપર વ્યજ ચૂકવવામાં આવશે. ત્યારબાદ જે રકમ વધે તેના ઉપર હપ્તાની ચુકવણી કરવાની રહેશે.

આ ઉપરાંત એક પત્રકારના પ્રશ્નના જવાબમાં નાણાંમંત્રીએ જણાવ્યુ હતું કે  “આલ્કોહોલિક” તથા “નોન અલકોહોલિક” વચ્ચે કોઈ તફાવત કરવા સહમતી સધાઈ નથી અને તમામ પ્રકારના સેનેટાઈઝર ઉપર 18% જી.એસ.ટી. લાગુ છે તે ચાલુ રહેશે. આનું કારણ એ આપવામાં આવ્યું હતું કે “કન્ટેન્ટ” સાબિત કરવા એક મુશ્કેલ બાબત છે.

શું 10 રાજ્યો કેન્દ્ર સરકારના વિકલ્પ અંગે સહમત નહીં થાય તો શું તમામ રાજ્યોએ તેમના કારણે ભોગવવું પડશે તે અંગે એક પ્રશ્નના જવાબમાં નાણાંમંત્રીએ જણાવ્યુ હતું કે કોઈ રાજ્ય કદાચ કેન્દ્ર સરકારના RBI પાસે લોન લેવાના વિકલ્પ પસંદ નહીં કરે તો પણ તેમના કોઈ હક્કને અસર પડશે નહીં અને જ્યારે આ સેસની રકમ જમા થશે તેમને ચૂકવી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. હવે 12 ઓક્ટોબરના રોજ યોજાનાર કાઉન્સીલની 43 મી મિટિંગમાં આ અંગે વધુ ચર્ચાઓ કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

 

(આ લેખ નાણાંમંત્રીની પ્રેસ કોન્ફરન્સ ઉપરથી તૈયાર કરવામાં આવ્યો છે. પ્રેસ રીલીઝ બહાર આવતા આમાં ફેરફાર આવી શકે છે. એ બાબત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલના નિર્ણય ત્યારેજ લાગુ થાય જ્યારે આ અંગે આધિકારિક જાહેરનામા બહાર પાડવામાં આવે)

error: Content is protected !!