સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)5th October 2020

Spread the love
Reading Time: 6 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

5th October 2020

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

Experts

ટેક્સ ટુડેના વાંચકોને જણાવતા આનંદ થાય છે કે ટેક્સ ટુડે દ્વારા ચલાવવામાં આવતા ઇંગ્લિશ ન્યૂઝ પોર્ટલ www.taxtodaynews.co.in ઉપર હવેથી દર શનિવારે વાંચકો દ્વારા ઇંગ્લિશ તથા હિન્દીમાં પુછવામાં આવેલ સવાલોના જવાબ આપવામાં આવશે. આમ, ઇંગ્લિશ તથા હિન્દીમાં પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આ કૉલમમાં લેવામાં આવ્યા નથી. આ સવાલો 10 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. 

જી.એસ.ટી

  1. મારા અસીલ કાર ભાડે આપવાની સર્વિસ આપે છે. 5% RCM ની જોગવાય છે. Notification No. 22/2019-CT (R) date 30-09-2019 (effective from 01-10-2019) ના અનુસંધાનમાં body corporate કોને કહેવાય?                                                                                                 પ્રશાંત મકવાણા

જવાબ: “Body Corporate” ની વ્યાખ્યા કંપની એક્ટ 2013 ની કલમ 2(11) હેઠળ આપવામાં આવેલ છે. આ વ્યાખ્યા મુજબ ખાનગી કંપની, જાહેર કંપની, નાની કંપની, લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ, ફોરેન કંપની વી. નો સમાવેશ થાય છે. આ કંપનીઓને કાર ભાડે આપવાની સેવામાં RCM ને પાત્ર બની જાય છે.

 

  1. અમારા અસીલ “ટિસ્યૂ કલ્ચર લેબ” ધરાવે છે તેઓ લાઈવ પ્લાન્ટ પ્રોસેસ કરી અને તેનું વેચાણ કરે છે જેના માટે જરૂરી સામગ્રીની ખરીદી GST ચૂકવીને કરે છે. અમારો પ્રશ્ન એ છે કે લાઈવ પ્લાન્ટ NIL Rated માં આવેપછી Exempted Goodsમાં આવે ? તેનો HSN કોડ જણાવશો, તથા ખરીદી ની ITC મળવાપાત્ર છે કે કેમ તેની સમજણ પાડશો.                                                                                                                                             CA કલ્પેશ પટેલ

જવાબ: ટિસ્યૂ કલ્ચર લેબ દ્વારા લાઈવ પ્લાન્ટનું વેચાણ કરવામાં આવે તે HSN 06011000 NIL રેટેડ ગણાય. NIL રેટેડ માલના વેચાણ ઉપર કલમ 17(2) હેઠળ ઈન્પુટ ક્રેડિટ મળી શકે નહીં.

     3.    અમારા એક વેપારી એ અન્ય એક વેપારી સાથે કોન્ટ્રાક્ટ કરેલ છે જે મુજબ નક્કી થયેલ જમીન ના મેપમાં અમારે સિમેન્ટ ,કપચી, રેતીનું મિક્ષર પાથરી                      દેવાનું છે અને તેમાં અમુક ફૂટના અંતરે લોખંડ ના સળિયા બેસાડી આપવાના છે જે સળિયા અમારું ખરીદ વેચાણ નથી. તે સળિયા અમને તે વેપારી આપે                છે તો મારે ખાલી સિમેન્ટ ,કપચી, રેતીનું મિક્ષર પાથરીને સપ્લાય કરવાનું છે. જેનું અમે INVOICE આપીએ છીએ. તો ઉપરોક્ત સપ્લાય ઉપર ક્યાં HSN                 કોડ હેઠળ કેટલા ટકા વેરો ભરવાનો રહે ?                                                                                                                                                નીલમ પરમાર                                                                                                                                                                                                                                                                  જવાબ: અમારા મતે તમારી સેવાએ કંપોઝીટ સપ્લાય ગણાય જેની મુખ્ય સપ્લાય સિપેંત-રેતી-કપચીનું મિશ્રણ પાથરવાનું ગણાય. આ સેવા ઉપર 18% ના દરે જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.

 

ઇન્કમ ટેક્સ

 

  1. મારા અસીલ નું નાણાકીય વર્ષ 2017 – 18 મા ત્રણ ટ્રાન્સપોર્ટના બિલ ઇન્કમટેક્સ રિટર્ન માં બતાવવાના રહી ગયેલ છે. અને 2017 18 નુ ઇન્કમટેક્ષ ઓડિટ થઈ ગયેલ છે. તો આ કેસમાં હવે શું થઈ શકે?                                                                                                                                                 હિત લીંબાણી

જવાબ: આ સુધારા બાબતે તમે એકાઉન્ટમાં સુધારો કરી રિવાઈઝ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરી શકો છો. હા ઇન્કમ ટેક્સ રિટર્ન રિવાઈઝ થઈ શકે નહી.

 

  1. અમારા અસીલને “ઓનલાઇન રમી” રમવાની આવક સામે TDS થયો છે. ઓનલાઈન કંપની દ્વારા TDS નફા ઉપર કરવામાં આવ્યો છે. પણ ખરેખર તો અમારા અસીલને વાર્ષિક ધોરણે નુકસાન થયેલ છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 58 હેઠળ તેમણે આ પ્રકારની આવકમાંથી ખર્ચ તો બાદ ના મળે પરંતુ નુકસાનતો બાદ મળે તેવો અમારો મત છે. એક્સપર્ટનો આ અંગે મંતવ્ય જણાવવા વિનંતી.                                                ઇમરાન ચોરવાડા, એડવોકેટ

જવાબ: ના, આ પ્રકારના “ગેમબ્લિંગ” પ્રકારની કોઈ પણ આવકના નુકસાન “સેટ ઓફ” કરવાની ઇન્કમ ટેક્સ કાયદામાં કોઈ જોગવાઈ નથી. આ પ્રકારની આવકમાં કોઈ “બેઝિક એકસેમ્પશન” પણ મળે નહીં.

  1. અમારા અસીલ કમીશન એજન્ટ છે.તેઓAPMC માં આવેલ ખેડુત ની ખેત-પેદાશ ની હરાજી કરી વેચાણ કરી આપવાની પ્રવૃતી કરે છે. દા.ત

           ખેડુત ની ખેત પેદાશ( Raw Cotton) ની રકમ -100000 (એક લાખ) કે જે TDS/TCS ને પાત્ર નથી.

            કમીશન ની રકમ 1 ટકા લેખે-1000(એક હજાર ) કે જે TDS ને પાત્ર 194H

             ટોટલ                                                      –  101000

              CGST @ 2.5%                                      –      2525

              SGST @ 2.5%                                       –     2525
              કુલ મળેલ અવેજ                                       –  106050

        અમારા અસીલ ઇન્કમ ટેક્ષ ના સરક્યુલર  નં- 452 તા- 17/03/1986 મુજબ પક્કા આડતીયા છે.અમારા અસીલ નુ વર્ષ-19/20 નુ ટર્નઓવર 10 કરોડ થી વધુ           છે. અમારા અસીલની   ઇન્કમ ટેક્ષ કાયદા ની કલમ  206C (1H) ની  TCS ની જવાબદારી આવે કે કેમ તે જણાવવા વિનંતી.                                                                                                                                                                                                                                                       જીતેન્દ્ર વોરા, એડવોકેટ (બોટાદ)

જવાબ: હા, પાક્કા આડતિયા બિલિંગ પોતાના નામે કરતાં હોય TCS ની 206C(1H) ની જોગવાઇઓ લાગુ પડે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી                     આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

                                                                       

 

 

error: Content is protected !!