સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 19th October 2020
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
19th October 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- જીરાનુ ક્લિનિંગ જોબ વર્ક કરીયે તો એમાં જીએસટી લાગુ પડે ? ભરવો પડે તો કેટલો ? પ્રવિણભાઈ મોદી
જવાબ:- અમારા મતે જીરા ક્લીનિંગ જોબ વર્કની સેવા જો ખેડૂતને આપવામાં આવે તો નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 55 હેઠળ પડે અને કરમુક્ત બને. જો ખેડૂત સિવાયના વ્યક્તિ દ્વારા જોબવર્ક માટે આપવામાં આવે તો તેના ઉપર CGST રેઇટ નોટિફિકેશનની 11/2017 ની એન્ટ્રી 26 માં પડે અને 5% જી.એસ.ટી ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
- મારા અસીલ મોબાઇલની દુકાન ચલાવે છે જેમાં મોબાઈલના વેચાણ ઉપર ઈએમઆઈ કરી આપે છે. જેના માટે બજાજ ફાઇનાન્સ, પેટીએમ વગેરે ની સર્વિસ લે છે જેમાં બજાજ ફાઇનાન્સ અને પેટીએમ સર્વિસ આપવા બદલ મારા અસીલ ઉપર સર્વિસ ચાર્જ વસૂલે છે આ સર્વિસ ચાર્જ ઉપર લાગતો જી.એસ.ટી ની ક્રેડિટ લઈ શકાય કે નહીં? હિત લિંબાણી
જવાબ: હા, આ પ્રકારના સર્વિસ ચાર્જ ઉપર જે જી.એસ.ટી વસૂલ કરવામાં આવે છે તે ધંધાને સલગ્ન (in course of furtherance of business) હોય તેની ક્રેડિટ મળે.
- હુ નાણાકીય વર્ષ 2019 -20 ની ઇનપુટ ટેક્ષ ક્રેડિટ લેતા ભૂલી ગયો છું, હુ દમન અને દીવ મા નોંધાયેલ છું , જુના GST વિલય નાં કારણે નંબર રદ થયેલ છે તો શુ હુ નવા GSTIN મા ગયા વર્ષની ક્રેડિટ સપ્ટેમ્બર 2020 નાં GSTR_3B મા મેળવી શકુ. મયુર ચૌહાણ, એકાઉન્ટન્ટ, ઉના
જવાબ: હા, જી.એસ.ટી. હેઠળ આપવામાં આવેલ સર્ક્યુલર 26/2017 મુજબ આ ક્રેડિટ લઈ શકાય છે. પરંતુ દમણ અને દીવના વેપારીઓનો વિલય થતાં નવો જી.એસ.ટી. નંબર આપવામાં આવેલ હોય આ અંગે આકારણી દરમ્યાન પ્રશ્નો આવી શકે છે. જે અંગે યોગ્ય પ્રતિઉત્તર આપવાની તૈયારી અને પુરાવાઓ રાખવા જરૂરી છે. એ બાબત યાદ રાખવી પણ જરૂરી છે કે આ ક્રેડિટ સપ્ટેમ્બર મહિનાના 3B ના ડ્યુ ડેઇટ સુધી લઈ લેવી જરૂરી છે.
- મારા અસીલ ના june 2020 ના જી.એસ.ટી.આર 3બી માં વેચાણના બે બિલ બતાવવાના રહી ગયા છે. આ બિલ સપ્ટેમ્બર 2020 ના જી.એસ.ટી.આર 3બી માં બતાવવાના છે. તો બિલ ઉપર વ્યાજ લાગે કે નહિ ? જૂન માહિનામાં બેલેન્સ ITC હતી. હિત લીંબની
જવાબ:- જો જૂન માહિનામાં બેલેન્સ ITC હતી અને જ્યાં સુધી આ બિલ દર્શાવવામાં આવે એટલેકે સપ્ટેમ્બર મહિના સુધી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, ક્રેડિટ લેજરમાં ભરવા પાત્ર વેરા કરતાં વધુ રહેતી હોય તો વ્યાજ ભરવાનું થાય નહીં તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- એપાર્ટમેંટ મેઇનટેનન્સ માટે સભ્યોએ સાથે મળી એ AOP બનાવેલ હોય જેમાં આવકનો હેતુ ના હોય, બિલ્ડીંગની વ્યવસ્થા જળવાઈ રહે તે મુખ્ય હેતુ હોય, તો જો કોઈ રકમ અનામત સ્વરૂપે વધે તો તેના ઉપર ઇન્કમ ટેક્સ લાગે? આ નફામાં ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજ આવક હોય, નક્કી કરેલ મેઇનટેનન્સની રકમ સભ્યો પાસેથી ઉઘરવેલ હોય છે. જો ટેક્સ લાગે તો કેવી રીતે આ ટેક્સ બચાવી શકાય છે. ફિક્સ ડિપોઝિટ આવક ઉપર કોઈ ખર્ચ બાદ મળે?
જવાબ: હા, જો ખર્ચ કરતાં આવકનો વધારો હોય તો આ રકમ ઉપર ઇન્કમ ટેક્સ લાગુ પડે. આ રકમ બચાવવા કોઈ ખાસ રસ્તો નથી. હા, AOP ના હેતુઓ પ્રમાણે ખર્ચ કી અથવા 80G માન્ય દાન આપી આ ટેક્સ બચાવી શકાય છે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.