જી.એસ.ટી. હેઠળ બહાર પાડવામાં આવ્યા મહત્વના “નોટિફિકેશન” જે જાણવા છે આપના માટે જરૂરી

Spread the love
Reading Time: 2 minutes

CGST કાયદા હેઠળ 4 અને IGST કાયદા હેઠળ 1 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા

તા. 16.10.2020: જી.એસ.ટી. કાઉન્સીલની 42મી મિટિંગમાં કરવામાં આવેલ સૂચનો અંગેના નોટિફિકેશન CBIC દ્વારા 15 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવ્યા છે. 15.10.2020 ના રોજ બહાર પાડવામાં આવેલ 35 પાનાંના નોટિફિકેશનને સરળ ભાષામાં સમજાવવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

વાંચકોની સરળતા માટે સારાંશ સ્વરૂપે આ લેખ લખવામાં આવ્યો છે.

નોટિફિકેશન 74/2020

ત્રિમાસિક GSTR 1 ની મુદતમાં ઘટાડો કરવામાં આવ્યો

ઓક્ટોબર થી ડિસેમ્બર 2020 ના ત્રિમાસિક GSTR 1 ની મુદત 13 જાન્યુઆરી 2021

જાન્યુઆરી થી માર્ચ 2021 ના ત્રિમાસિક GSTR 1 ની મુદત 13 એપ્રિલ 2021

(હાલ જે મુદત ત્રિમાસ પૂરો થયા પછી 30 દિવસ હતી તે ઘટાડી 13 દિવસ કરવામાં આવેલ છે)

 

નોટિફિકેશન 75/2020

માસિક GSTR 1 માટે ઓક્ટોબર 2020 થી માર્ચ 2021 સુધીના રિટર્ન માટેની મુદત જે-તે મહિના પછીની 11 તારીખ રહેશે.

(આ રીતે દરેક મહિનાની મુદત નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવે છે. અગાઉ પણ માસિક GSTR 1 ની મુદત આ પ્રમાણેજ હતી)

 

નોટિફિકેશન 76/2020

ઓક્ટોબર 2020 થી માર્ચ 2021 સુધીના GSTR 3B ની સામાન્ય મુદત જે તે મહિનો પૂરો થયા પછી 20 દિવસ રહેશે.

5 કરોડ સુધીના ટર્નઓવર વાળા ગુજરાત સહિતના લિસ્ટ-A રાજ્યો માટે આ મુદત જે તે મહિના પછી 22 દિવસ રહેશે.

5 કરોડ સુધીના ટર્નઓવર વાળા લિસ્ટ-B રાજ્યો માટે આ મુદત જે તે મહિના પછી 24 દિવસ રહેશે.

3B રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ટેક્સ ભરવો પણ ફરજિયાત રહેશે.

(આ રીતે દરેક મહિનાની મુદત નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવે છે. અગાઉ પણ GSTR 3B ની મુદત આ પ્રમાણેજ હતી)

 

નોટિફિકેશન 77/2020

જી.એસ.ટી. હેઠળ ભરવાના થતાં વાર્ષિક રિટર્ન GSTR 9 2 કરોડ સુધીના ટર્નઓવર વાળા કરદાતાઓ માટે 2019 20 માટે પણ મરજિયાત બનાવવામાં આવ્યા છે.

 

નોટિફિકેશન 78/2020

જી.એસ.ટી. કાઉન્સીલની 42 મી મિટિંગમાં સૂચવેલ છે તે મુજબ 01 04 2021 થી

પાછલા વર્ષમાં 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 4 આંકડાના HSN બિલ માં દર્શાવવા ફરજિયાત રહેશે

પાછલા વર્ષમાં 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 6 આંકડાના HSN બિલ માં દર્શાવવા ફરજિયાત રહેશે

જો કે 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે બિનનોંધાયેલ (B2C) વ્યક્તિને બિલ આપવાના સંદર્ભમાં આ લાગુ પડશે નહીં.

 

નોટિફિકેશન 79/2020

જી.એસ.ટી.ની કલમ 164 માં આપવામાં આવેલ સત્તાની રૂએ જી.એસ.ટી. ના નિયમો માં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ નિયમોમાં મહત્વના ફેરફાર નીચે મુજબ છે.

નિયમ 46 જે જે ઇનવોઇસ અંગેનો છે તેમાં સુધારો કરી HSN ની ઉપર જણાવેલ જોગવાઇઓ લાગુ કરવામાં આવેલ છે.

નિયમ 67A સુધારી SMS દ્વારા GSTR 3B, GSTR 1 તથા CMP 08 NIL ભરવાની પરવાનગી આપવામાં આવેલ છે.

નિયમ 80 હેઠળ જે જી.એસ.ટી. ઓડિટ કરવાની જોગવાઈ છે તેમાં 2019 20 માટે પણ 5 કરોડ ઉપરના કરદાતાઓ માટેજ ફરજિયાત બનાવવામાં આવેલ છે.

નિયમ 138 E કે જ્યાં GSTR 3B, GSTR 1 અથવા CMP 08 ભરવાના બાકી હોય તેમ છતાં 15 ઓક્ટોબર 2020 સુધી E Way બિલ બનાવવા અટકાવવામાં નહીં આવે તે અંગે સુધારો કરવામાં આવ્યો છે. (નોટિફાય 15 ઓકટોબરે થયું હોવા છતાં પોર્ટલ ઉપર તો આ પ્રમાણે સેવા ચાલુજ હતી!!)

આ ઉપરાંત GSTR 2A જેવા ફોર્મ પણ નોટિફાય કરવામાં આવ્યા છે. (નોટિફાય થયા પહેલા પણ આ ફોર્મ પોર્ટલ ઉપર તો ઉપલબ્ધ હતાજ!!)

 

IGST નોટિફિકેશન 06/2020

જી.એસ.ટી. કાઉન્સીલની 42 મી મિટિંગમાં સૂચવેલ છે તે મુજબ 01 04 2021 થી

પાછલા વર્ષમાં 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 4 આંકડાના HSN બિલ માં દર્શાવવા ફરજિયાત રહેશે

પાછલા વર્ષમાં 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 6 આંકડાના HSN બિલ માં દર્શાવવા ફરજિયાત રહેશે

જો કે 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે બિનનોંધાયેલ (B2C) વ્યક્તિને બિલ આપવાના સંદર્ભમાં આ લાગુ પડશે નહીં.

(CGST ને અનુષંગીક આ સુધારો છે)

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

(આ લેખકના અંગત મંતવ્યોને આધીન છે)

 

 

 

 

 

 

error: Content is protected !!
18108