સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 12th October 2020 Edition
12th October 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- અમો કપચી ટ્રેડીંગનો ધંધો કરીએ છીએ. તેમજ કપચી સપ્લાય કરવા માટે ટ્રકનો ઉપયોગ કરીએ છીએ તે ટ્રક પોતાની માલિકી નો છે. તેના સ્પેર પાર્ટસની GSTની ITC એમોએ લીધેલ છે કપચીના સપ્લાયમાં INCLUDING ટ્રક ભડાનું બિલ બનાવી તેના ઉપર GST ભરી આપીએ છીએ. ઉપરોક્ત ટ્રક હાલ અમો એક કંપનીને 6 મહિનાના ફિક્સ ભાડા પેટે (મહિને રૂ. 10,000*6=60000) ભાડે આપવા માંગીએ છીએ. જે દરમિયાન EFFECTIVE કંટ્રોલ તેમનો રહે છે. તો આ રીતે ટ્રક ભાડે આપી શકાય કે કેમ? લીધેલ ITC માથી કાઇ રિવર્સ કરવાનું થાય ? અને ભાડા ઉપર વેરો ભરવાનો થાય ? પાર્થ પનારા
જવાબ:-Effective Control સાથે ટ્રક ભાડે આપવાની પ્રવૃતિ કોમર્શિયલ રેંટિંગ ઓફ વિહીકલની પ્રવૃતિ ઉપર 18% ના દરે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે. ITC રિવર્સ કરવાની રહે નહીં.
- અમો GST નંબર ધરાવયે છીએ અમો ચીનથી યાર્ન ખરીદી કરી માલ થઈ ડીલેવરી લીધા વગર માલનું વેચાણ બાંગ્લાદેશના વેપારીને કરીએ છીએ. શું આ પ્રકારના વ્યવહાર ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? પાર્થ પનારા
જવાબ: આ પ્રકારના વ્યવહારો કોમર્શિયલ ભાષામાં “હાઇ સી સેલ” ના વ્યવહારો ગણાય. આ પ્રકારના વ્યવહારો ઉપર જી.એસ.ટી. કાયદાના પરિશિષ્ટ (શિડ્યુલ) III ની એન્ટ્રી 7 મુજબ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં.
ઇન્કમ ટેક્સ
- હાલમાં TCSનો કાયદો ૦૧-૧૦-૨૦૨૦ થી અમલમાં આવેલ છે. જેમાં ટર્નઓવર કમીશનથી વેચાણ ગણાશે કે કેમ. ઇન્કમટેક્ષ માં કમીશન વેચાણ ધાય્નમાં લેતા નથી માત્ર કમીશનની આવક ચોપડે બતાવીએ છીએ. તો દસ કરોડના ટર્નઓવરમાં કમિશનનું ટર્નઓવર ગણાશે કે કેમ ? અમારું ટર્નઓવર દસ કરોડ થી ઓછુ છે. પરંતુ પાર્ટી જોડે પચાસ લાખથી વધુના વ્યવહાર થાય છે. તો TCS લાગુ પડે કે કેમ ? જગદીશભાઈ વ્યાસ
જવાબ: જો કરદાતા પોતાના નામે ખરીદી કે વેચાણ ના કરતાં હોય અને માત્ર કમિશન ચોપડે જમા લેતા હોય તો કમિશનની આવક જ ટર્નઓવરમાં ગણવાની રહે. પાછલા વર્ષમાં દસ કરોડથી ઓછું ટર્નઓવર હોય તો આ નવી TCSની જોગવાઇઓ લાગુ પડે નહીં.
- મારા અસીલ હાર્ડવેર રીટેલ ટ્રેડિંગનો બિઝનેસ કરે છે વર્ષ ૨૦૧૧-૧૨ માં તેમણે પાંચ પ્લોટ ખરીદ્યા હતા અને વર્ષ ૨૦૧૫-૧૬ માં દરેક પ્લોટ પર રેસિડેન્સીયલ બંગલો કન્સ્ટ્રકટસન કરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૯-૨૦ માં ત્રણ બંગલો વેચ્યા હતા. તો આ કેસમાં ઇન્કમટેક્સની ગણતરી કેવી રીતે થાય ? અને આ આવક બિઝનેસ આવક ગણાય કે કેપિટલ ગેઇન ગણાય? મારા અસીલ જીએસટી માં રજીસ્ટર છે. તો ટ્રાન્જેક્શન પર જીએસટી લાગુ પડે? પિયુષ લીંબાની
જવાબ:- આ સંપૂર્ણ ટેક્સ પ્લાનિંગનો પ્રશ્ન છે. આ માટે એક્સપર્ટસની વ્યાવસાયિક સલાહ લેવી જરૂરી છે. આ માટે આપ વ્યાવસાયિક સેવા મેળવવા taxtodayuna@gmail.com ઉપર વ્યાવસાયિક સેવા મેળવવા સંપર્ક કરી શકો છો.
- મારા અસીલ હોલસલ ખરીદ વેચાણ નું ટર્ન ઓવર બાણુ લાખ નુ છે. જેનાં વ્યવહારો બેંક ચેનલ થકી થયેલા છે. જેનો ચોખ્ખો નફો બે લાખ પાંત્રીસ હજાર છે. અને ખેતીવાડી આવક દોઢ લાખ રૂપીયા છે.તો કુલ ટર્ન ઓવર માં 6 ટકા થી ઓછો પ્રોફીટ છે.તો મારા અસીલ ને ટેક્ષ ઓડીટ કરાવવુ ફરીજયાત ગણાય? રમેશભાઈ ઠક્કર
જવાબ: અમારા મતે જો પ્રોપરાઇટરશીપ ધોરણે ધંધો કરવામાં આવતો હોય તો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD(v) હેઠળ ઓડિટ કરાવવાની જવાબદારી રહે નહીં. પ્રોપરાઇટરશીપ સિવાયનો ધંધો હોય તો ઓડિટ કરાવવું ફરજિયાત બને તેવો અમારો મત છે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગેના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને આ સેવા વાચકોના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. આ ઉપરાંત taxtoday.co.in ઉપર https://taxtoday.co.in/ask-your-question પ્રશ્ન પૂછી શકાય છે. કોઈ પણ સંજોગો માં વાચકોને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે કરવો નહીં.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.