હોસ્પિટલ દ્વારા આઉટસોર્સિંગથી મંગાવવામાં આવતા ખોરાક ઉપર લાગે 5% જી.એસ.ટી.

Spread the love
Reading Time: < 1 minute

અરજ્કર્તા:  નવનીથ કુમાર તલ્લા (2020-VIL-228-AAR)

ચુકાદો આપનાર સત્તાધિકારી: AAR તેલંગાણા

પ્રશ્ન: 

1. હોસ્પિટલ દ્વારા દર્દીઑ માટે આઉટસોર્સ કરી બહારથી મંગાવવામાં આવતા ખોરાક ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગે?

2. હોસ્પિટલ દ્વારા દર્દીઑ માટે આઉટસોર્સ કરી બહારથી મંગાવવામાં આવતા ખોરાક ને નોટિફિકેશન 12/2017 દ્વારા મળતી કરમુક્તિનો લાભ મળે?

 

કેસની હકીકત:

અરજદાર એક હોસ્પિટલમાં દાખલ કરેલ દર્દી માટે જમવાનું પૂરું પાડવાના કામમાં રોકાયેલા છે. તેઓને ચુકવણી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે. દર્દી સીધા તેઓને ચુકવણી કરતાં નથી. હોસ્પિટલમાં એડમિટ થયેલ પેશન્ટ માટે જમવાનું આપવાની વ્યવસ્થા અરજદાર કરે છે જેની સામે તે હોસ્પિટલ તેમને ચૂકવણું કરે છે.

 

ચુકાદો:

નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રીનો લાભ માત્ર જ્યારે હોસ્પિટલ પોતે દર્દીને ખોરાક પૂરો પાડે તો લાગુ પડે. અન્યથા આ કરમુક્તિ લાગુ પડે નહીં અને આ પ્રકારના વ્યવહાર ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે.

error: Content is protected !!