જી.એસ.ટી. પોર્ટલ ફરી ઠપ્પ… “ટેક્સ પ્રેકટિશનરો” થયા ત્રસ્ત
જી.એસ.ટી. પોર્ટલ વિરુદ્ધ ટ્વિટ કરી સતત દર્શાવવામાં આવ્યો રોષ:
તા.19.10.2020: જી.એસ.ટી. પોર્ટલ 19 ઓક્ટોબરના રોજ ફરી ઠપ્પ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ પોર્ટલ ઉપર ક્યારેક કોઈ કામ સફળતા પૂર્વક થઈ રહ્યા છે પરંતુ મોટાભાગે સાઇટ ઉપર આજે કામ કરવામાં કરદાતાઓ અને ખાસ કરીને તેઓના ટેક્સ પ્રેકટિશનરો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જી.એસ.ટી. પોર્ટલની આ પ્રકારની તકલીફોથી ટેક્સ પ્રેકટિશનરો ખૂબ થાકી ગયા હોય, પોર્ટલને દુરસ્ત કરવા ટ્વિટર વડે તથા વિભિન્ન મંડળોદ્વારા સતત સતાધિકારીઓને રજૂઆતો કરતાં રહ્યા છે. આમ, છતાં પોર્ટલની સમસ્યા હલ થતીના હોય, કરદાતાઓ તથા ટેક્સ પ્રેકટિશનર્સમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે