સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 21th DECEMBER
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
21 December 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- મારા અસીલ નું લોડર અને જેસીબી નું કામકાજ છે. જેઓ નવું લોડર ખરીદવા માં ચુકવેલી ઈન પૂટ ટેક્સ ક્રેડિટ બાદ મળી શકે કે નહીં? અને ત્યારબાદ ભવિષ્યમાં લોડર નું મેન્ટેનન્સ, ટાયર,ઓઈલ વગેરે માં ચૂકવેલ આઈટીસી ક્લેમ મલી શકે? હિત લિંબાની
જવાબ;- હા, નવું લોડર ખરીદવા ચૂકવેલ ટેક્સની ઈન્પુટ ટેક્સ કેપિટલ ગુડ્સ તરીકે ક્રેડિટ મળી શકે. આ ઉપરાંત લોડરના મેઇનટેનન્સ, ટાયર, ઓઇલમાં ચૂકવેલ ટેક્સની પણ ક્રેડિટ મળે.
- અમોએ ગ્રામપંચાયત વિસ્તરમાં જમીન ખરીદી તેના પર હારબંધ 20 દુકાનોનું બાંધકામ પૂર્ણ થયા પછી પૂરો અવેજ મેળવી દુકાનનું વેચાણ કરેલ છે. હવે અમે આ દુકાનના ધાબા પર એક એક દુકાનો બનાવી અવેજ મેળવી વેચાણ કરીએ છીયે જે અંગે અમો તેઓની પાસેથી કોઈ ડિપોઝીટ વેચાણ તારીખ પેલા લેતા નથી તેમજ દુકાન બનાવવા ખરીદેલ રો-મટિરિયલની પણ કોઈ ITC લેતા નથી. આ વ્યવહાર ઉપર વેચાણ પર ટેક્સ લાગે કે નહિ? આ ખરીદીની ITC મળે કે નહીં? ધ્રુવી શાહ
જવાબ;- કમ્પ્લિશન સર્ટિફીકેટ મળ્યા પછી જો દુકાનનું વેચાણ થયેલ હોય તો એ જી.એસ.ટી. કાયદા હેઠળ માલ (ગુડ્સ) ગણાય નહીં અને જી.એસ.ટી. લાગે નહીં. ITC પણ મળે નહીં.
ઇન્કમ ટેક્સ
- મારા અસીલ ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાક ઇન્વોઇસ ઉપર ટીડીએસ કટ કરે છે જે ઇન્વોઇસ ઉપર ટીડીએસ કટ કરવામાં આવ્યો હોય અને તે ઇન્વોઇસની ત્રણ મહિના પછી ટ્રાન્સપોર્ટ કંપનીને ડેબિટ નોટ આપવાની હોય ત્યારે ટીડીએસની રિવર્સલ એન્ટ્રી કરવી પડે કે શું? પિયુષ લિંબાની
જવાબ:- આપનો પ્રશ્ન પૂર્ણ રીતે સમજી શક્યા નથી. પણ જે પ્રમાણે અમે સમજ્યા છે તે મુજબ આ પ્રકારના વ્યવહારો મોટાભાગે ફાઇનન્સ કંપની સાથેના વ્યવહારમાં આવતા હોય છે. આવા વ્યવહારમાં જો મુખ્ય એન્ટ્રી TDS Dr અને Bank Dr ની એન્ટ્રી કરેલ હોય તો રિવર્સલ એન્ટ્રી કરવી પડે તેવો અમારો મત છે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.