શુ તમને આવ્યા છે “ડિફોલ્ટ” અંગેના મેસેજ?? જાણો શુ છે આ મેસેજ…

Spread the love
Reading Time: < 1 minute

આ મેસેજ “ડિફોલ્ટ” મંથલી કે કવાટરલી રિટર્ન સેટિંગ બાબતના છે.. કોઈ ડિફોલ્ટ કર્યા બાબતના નહીં!!

તા. 22.12.2020: જીએસટી માં જાન્યુઆરી 21 નું ફેબ્રુઆરી માં ભરવાનું GSTR1 રીટર્ન જો 5 કરોડ થી ઓછું ટર્નઓવર હોય તો તે કેસ માટે રીટર્નની નવી સીસ્ટમ આવી રહી છે. આ સિસ્ટમ મુજબ 5 કરોડથી ઓછા ટર્નઓવર માટે દર મહીનો પુરો થયા પછી B2B(IFF)/GSTR1 ની વીગત 13 દિવસમાં અપલોડ કરી આપવાની છે. આ વીગત જો દર મહિને રેગ્યુલર 13 દિવસમાં અપલોડ થશે તો જ ખરીદનારને ઇનપુટ તે  મહિનામાં બાદ મલશે.

તે ઉપરાંત GSTR3B દર મહિને ભરતાં એ જાન્યુઆરીનું ફેબ્રુઆરીમાં ભરવાનું થતું રીટર્ન હવેથી ત્રણ મહીને કવાટર પુરું થયા પછી કરવાનું રહેશે. તે ઉપરાંત ડીસેમ્બર નું જાન્યુઆરીમાં ભરવાનું થતું GSTR1- 13 દિવસમાં અપલોડ કરવું ફરજિયાત છે.

આ અંગે ગઇકાલથી કરદાતાઓને એક મેંસેજ જાણ કરે છે કે 5 કરોડ થી નીચે ટર્નઓવર ની કેટેગરી ડિફોલ્ટ રીતે કવાટરલી કરેલ છે..ફેરફાર કરવો હોય તો GSTની વેબસાઈટ ઉપર કરી શકો છો..
*Dear 24XXXXXXXXX1ZQ as per QRMP scheme you are defaulted to file your GSTR-1 and 3B on quarterly basis from Jan-Mar 21. To change pls visit services.gst.gov.in*

5 કરોડ ટર્નઓવર માટે ઉપર રાબેતા મુજબ દર મહીને GSTR1 અને GSTR3B ભરવાનાં રહેશે..

ટુકમા અત્યાર સુધી 3બી દર મહીને ભરતાં હતાં જ્યારે GSTR1 દર ત્રણ મહિને ભરતા જે હવે ઉલ્ટું કરવાનું છે.

B2Bની વીગત દર મહીને 13 દિવસમાં અપલોડ કરી દેવાની જ્યારે 3B ત્રણ મહીને..તે ઉપરાંત દર મહીને ભરવાનો થતો ટેક્ષ રેગ્યુલર ભરી આપવાનો રહેશે નહીતર વ્યાજ ની જવાબદારી આવશે.

નવી રિટર્ન સિસ્ટમ જે જાન્યુઆરી 2021 થી લાગુ થવા જઈ રહી છે. સરલીકારણ તરફનું આ પગલું અવકારદાયક છે પરંતુ આ સિસ્ટમમાં જે માસિક ધોરણે 1 થી 13 તારીખ સુધીમાં B2B ઇનવોઇસ આપવાની પદ્ધતિ અતાર્કિક જણાઈ રહી છે અને કરદાતાઓને ક્રેડિટ લેવામાં મુશ્કેલીઓ સર્જાશે તેવું જાણકારો માની રહ્યા છે. લલિત ગણાત્રા, ટેક્સ ટુડે, જેતપુર

error: Content is protected !!
18108