“નોન સ્પીકિંગ ઓર્ડર” દ્વારા નોંધણી દાખલો રદ કરતો આદેશને અયોગ્ય ઠરાવતી ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Judgements With Tax Today

કેસના પક્ષકારો: વિમલ યશવંતગિરિ ગૌસ્વામી વી. ગુજરાત રાજ્ય

કોર્ટ: ગુજરાત હાઇકોર્ટ

કેસ નંબર: C/SCA/15508/2020, આદેશ તારીખ: 10.12.2020


કેસના તથ્યો:

  • રાજ્ય જી.એસ.ટી. દ્વારા કરદાતાને તા. 20.11.2019 ના રોજ “શો કોઝ નોટિસ” આપવામાં આવી હતી.
  • આ નોટિસ ફોર્મ GST REG-17 માં આપવામાં આવી હતી.
  • આ નોટિસમાં જી.એસ.ટી. કાયદાની કોઈ પણ જાહેર કરેલ જોગવાઈના ભંગ અંગેનું કારણ આપવામાં આવ્યું હતું.
  • આ નોટિસ સામે કરદાતા દ્વારા 27.11.2019 ના રોજ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
  • જે જવાબ ધ્યાને લઈ “શો કોઝ નોટિસ” હેઠળ ની કાર્યવાહી “ડ્રોપ” કરવામાં આવી હતી.
  • 24 જાન્યુઆરી 2020 ના રોજ ફરી એ પ્રકારે “શો કોઝ નોટિસ” આપવામાં આવી હતી.
  • આ નોટિસમાં કારણ એ જણાવાયું હતું કે કરદાતાએ નોંધણી નંબર મેળવવા ખોટા દસ્તાવેજો/વિગતો અને રજૂ કરેલ છે અને મહત્વની વિગતો છુપાવેલ છે.
  • ફરી 02 ફેબ્રુઆરીએ કરદાતાએ આ નોટિસનો જવાબ આપ્યો હતો.
  • કરદાતાનો જવાબ ધ્યાને લઈ 04 ફેબ્રુઆરીએ ફરી “શો કોઝ નોટિસ” અન્વયેની કાર્યવાહી “ડ્રોપ” કરવામાં આવી હતી.
  • એજ દિવસે ફરી કરદાતા સામે “શો કોઝ નોટિસ” આપવામાં આવી હતી જેમાં કરદાતાએ જી.એસ.ટી.ની કલમ 132 હેઠળ ગુનો કર્યો હોય તેવી વિગત આપવામાં આવી હતી. આ નોટિસમાં વધારાના બિડાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે બિડાણ નોટિસ સાથે હતુંજ નહીં.
  •  કરદાતા દ્વારા 05 ફેબ્રુઆરીએ અધિકારીને બિડાણ આપવા લેખિત અરજી કરી હતી.
  • કરદાતાને કોઈ જવાબ આ અરજી બાબતે ના મળતા 13 ફેબ્રુઆરીએ, છેલ્લી શો કોઝ નોટિસ સામે આ “રીટ પિટિશન” કરેલ છે.
  • 25 ફેબ્રુઆરીએ અધિકારીએ કરદાતાનો નોંધણી નંબર રદ કરતો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
  • નોંધણી રદ્દના આદેશ સામે પણ રિટ પિટિશન ફાઇલ કરવામાં આવેલ છે.
  • બન્ને રિટ પિટિશન સાથે સુનાવણીમાં લેવામાં આવેલ છે.

કરદાતા તરફે દલીલ:

  • કરદાતા દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 30 હેઠળ રિવોકેશન અરજી પણ 28 ફેબ્રુઆરીએ કરેલ છે જેના ઉપર આજદિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આપવામાં આવેલ નોટિસ તથા પસાર કરવામાં આવેલ નોંધણી દાખલો રદ્દનો આદેશ યોગ્ય નથી.

કોર્ટનો આદેશ:

  • કરદાતા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તે ઉચિત જણાય છે.
  • કરદાતા દ્વારા કરવામાં આવેલ રિવોકેશન અરજી ઉપર પણ કોઈ નિર્ણય ફેબ્રુઆરીથી લઈ ડિસેમ્બર સુધી કરવામાં આવ્યો નથી.
  • 25 ફેબ્રુઆરી 2020 ના રોજ નોંધણી દાખલો રદ્દ કરતો આદેશ “નોન સ્પીકિંગ” હોય, યોગ્ય બુદ્ધિનો ઉપયોગ કર્યા બહારનો છે અને તે આદેશ રદ ઠરાવવામાં આવે છે.
  • અધિકારી દ્વારા આપવામાં આવેલ “શો કોઝ નોટિસ” યોગ્ય વિગતો આપવામાં આવેલ નથી.
  • આ પ્રકારે જરૂરી માહિતી વગર અધિકારી કરદાતા પાસે જવાબની અપેક્ષા કેવી રીતે રાખી શકે?
  • અધિકારી દ્વારા એક વાર જવાબ જોઈ ડ્રોપ કરવામાં આવેલ પ્રક્રિયા ફરી શું કરવા શરૂ કરવામાં આવી તે પ્રશ્ન અમારી સમજ બહાર છે.
  • આમ, 25 ફેબ્રુઆરી 2020 ના રોજ પસાર કરવામાં આવેલ નોંધણી દાખલો રદ કરતો આદેશ રદ કરવામાં આવે છે.

 

 

error: Content is protected !!