ડિસેમ્બર જી.એસ.ટી. ના કલેક્શને નોંધાવ્યો રેકોર્ડ

Spread the love
Reading Time: < 1 minute

1.15 લાખ કરોડ ના કલેકશન સાથે વર્ષનું સૌથી વધુ જી.એસ.ટી. કલેક્શન અનલોકને આભારી!!

તા. 02.01.2020: ડિસેમ્બર 2020 નું જી.એસ.ટી. કલેક્શન રેકોર્ડ સ્તરે પહોચી ગયું છે. કોરોના અનલોકથી દેશનું અર્થતંત્ર ફરી વેગ્વંતુ બની રહ્યું છે તેવા સંકેતો માનવમાં આવે છે. ડિસેમ્બરમાં થયેલું આ કલેક્શન નાણાકીય વર્ષનું સર્વોચ્ચ કલેક્શન છે. ગયા ડિસેમ્બર કરતાં આ કલેક્શન 12% વધુ નોંધાયું છે. નવેમ્બર 2020 ના 87 લાખ જેટલા 3B રિટર્ન ભરવામાં આવ્યા છે. ડિસેમ્બરમાં જી.એસ.ટી. નું નીચે મુજબ કલેક્શન થયું છે.

IGST:  57426 કરોડ

CGST: 21365 કરોડ

SGST: 27804 કરોડ

CESS:   8579 કરોડ

Total: 115174 કરોડ

 

error: Content is protected !!