આંતર રાજ્ય વહનના કિસ્સામાં SGST હેઠળ દંડ કરી શકાય નહીં: કેરેલા હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Case Law with Tax Today

કેરેલા હાઇકોર્ટ RPનંબર 930/2020 (રિટ પિટિશન 23397/2020)

જજમેંટ તા. 16 ડિસેમ્બર 2020

કેરેલા રાજ્ય અને અન્યો વિરુદ્ધ મોહમદ શરિફ અને અન્યો


કેસના તથ્યો

  • સરકાર દ્વારા રિટ પિટિશન 23397/2020 ના કેસમાં જે આદેશ પસાર કરવામાં આવ્યો હતો તેની સામે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે.
  • આ કેસમાં મોહમદ શરિફ કરમુક્ત વસ્તુઑ ની હેરફેર કરતાં હોય વહન દરમ્યાન ડિલિવરી ચલણ સાથે ના હોય CGST કાયદાની કલમ 129(1)b હેઠળ, માલની રકમના  5% અથવા 25000 ની રકમ લેવા ઓર્ડર પસાર કરવામાં આવેલ હતો.
  • આ રિવ્યુ પીટીશન દ્વારા રાજ્ય સરકાર દ્વારા SGST કાયદા મુજબ પણ આ પેનલ્ટી લગાડવા આદેશ કરવા કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે.
  • સરકાર તરફે દલીલ કરવામાં આવી છે કે IGST કાયદા હેઠળ CGST તથા SGST બન્ને કાયદાનો સમાવેશ થતો હોય, SGST હેઠળ પણ દંડ કરવો જરૂરી છે.
  • આટલા પ્રમાણમા રિટ પિટિશનમાં આપવામાં આવેલ ચુકાદો રિવ્યુ કરવામાં આવે તેવી અરજ રાજ્ય સરકાર વતી કરવામાં આવી હતી.

કોર્ટનો ચુકાદો:

  • જ્યારે આંતર રાજ્ય માલ વહન દરમ્યાન કોઈ માલની જપ્તી કરવામાં આવતી હોય છે ત્યારે આ જપ્તી IGST કાયદાની કલમ 20 હેઠળ થતી હોય છે.
  • IGST કાયદાની કલમ 20 ના 4 થા પરંતુક પ્રમાણે CGST તથા SGST કાયદા પ્રમાણે જે પેનલ્ટી થતી હોય તે પેનલ્ટી IGST હેઠળ કુલ ગણવાની રહે.
  •  શું IGST કાયદાની કલમ 20 નો 4થો પરંતુક આ કેસમાં લાગુ પડે તે આ રિવ્યુ પિટિશનનો મુખ્ય પ્રશ્ન છે.
  • જ્યારે ટ્રાન્સપોર્ટર હાજર થઈ કરમુક્ત માલ છોડવે છે ત્યારે CGST કાયદાની કલમ 129(1)(b) ધ્યાને લેવી જરૂરી છે.
  • જ્યારે આંતરરાજ્ય હેરફેરમાં કોઈ માલ પકડાય અને ટ્રાન્સપોર્ટર આ બાબતે દંડ ભરવા જવાબદારી સ્વીકારે માલની રકમના 5% કે 25000/- જે ઓછું હોય તેટલી રકમનો દંડ કરવાનો થાય.
  • જ્યારે આંતરરાજ્ય માલ વહન થતો હોય ત્યારે માલની જે જપ્તી થાય તેના માટે કાર્યવાહી કરવા IGST કાયદાની કલમ 20 ને CGST કાયદાની કલમ 129 સાથે વાંચવાની રહે.
  • આ કલમ 20 માં SGST કાયદાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
  • CGST કાયદાની કલમ 129 તથા IGST કાયદાની કલમ 20 હેઠળ “એમાઉન્ટ” શબ્દ એ “સિવિલ લાયાબીલીટી” ગણાય. IGST કાયદામાં CGST કાયદાની કલમ “Mutatis Mutandis” લાગુ થયેલ ગણાય પરંતુ SGST કાયદો લાગુ થયો ગણાય નહીં.
  • આમ, આ રિવ્યુ પિટિશન રદ્દ કરવામાં આવે છે અને રિટ પીટીશનનો મૂળ આદેશ કાયમ રાખવામા આવે છે.

(સંપાદક નોંધ: આ ચુકાદો એક મહત્વનો સિદ્ધાંત લાગુ કરે છે. આંતરરાજ્ય માલ વહનના કિસ્સામાં પેનલ્ટી CGST અને SGST બન્ને હેઠળ ન લાગે માત્ર CGST હેઠળજ લાગે)

 

error: Content is protected !!
18108