10 દિવસ માટે મુદત વધારવી એ કરદાતાઓ સાથે છે મઝાક: પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર

Spread the love
Reading Time: 2 minutes

તા.01.01.2021:30 ડિસેમ્બરના રોજ પ્રેસ રીલીઝ બહાર પાડી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ઓડિટને પાત્ર ન હોય તેવા કરદાતા માટે માત્ર 10 દિવસનો વધારો આપવામાં આવ્યો છે. પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર દ્વારા આ અંગે નાણાંમંત્રીને પોતાની વ્યથા ઠાલવતો અને મુદતમાં વ્યાજબી વધારો કરવા આગ્રહ કરતો પત્ર લખ્યો છે. પત્રમાં વેધક રીતે જણાવવામાં આવ્યું છે કે માત્ર 10 દિવસનો વધારો જાહેર કરવો એ કરદાતાઓ, વિવિધ વેપારી સંગઠનો, ટેક્સ પ્રોફેશનલ્સ એસો. અને અન્ય રજૂઆતોની મઝાક બનાવવા સમાન ગણી શકાય. હજુ ઘણા શહેરોમાં રાત્રિ કરફ્યુ છે અને કોરોનાની સ્થિતિ હજુ ભયજનક ગણવામાં આવી રહી છે. આવા સંજોગોમાં વહીવટી સરળતા માટે મુદતો માં વધારો કરવો એ નૈતિક ફરજ બની જાય છે.

પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે વેરકીય બાબતે સરળતા લાવવા થયેલ રજૂઆતો છતાં વેપારીઓ ઉપર વેટની નોટિસો, સર્વિસ ટેક્સની નોટિસ જેવી તકલીફો સતત આપવામાં આવી રહી છે જે બાબત હેરાન કરનારી ગણી શકાય.  વેપારીઓ-કરદાતાઓને 10 દિવસનો ટૂંકો સમય આપવામાં આવે છે જ્યારે અધિકારીઓને નોટિસ બજાવવા જેવા કામ માટે લાંબો સમય આપવામાં આવે છે જે બાબત ગેરવ્યાજબી અને અન્યાયી કહેવાય. પત્રમાં એવો વેધક પ્રશ્ન પણ કરવામાં આવ્યો છે કે જો અધિકારીઓ તરફે માનવીય અભિગમ દાખવવામાં આવે છે તો શું કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ મનુષ્ય નથી અને મશીન છે???

2019 20 ના જી.એસ.ટી. રિટર્ન માટેની મુદતમાં જે માત્ર 2 મહિનાની મુદત વધારવાના નિર્ણયને પણ પત્રમાં અયોગ્ય ગણાવવામાં આવ્યો છે. જ્યારે થોડા દિવસો પહેલાજ પોર્ટલ ઉપર આ રિટર્ન કાર્યરત થયું હોય આ માટે પણ વધુ સમય આપવા માંગણી કરવામાં આવી છે. પત્રમાં આ તમામ ટૂંકી મુદતો 31.03.2021 સુધી વધારવા રજૂઆત કરવામાં આવી છે અને ખાસ જણાવવામાં આવ્યું છે કે વેપારીઓ તથા ટેક્સ પોરફેશનલ્સ આ રજૂઆતો ધ્યાને લેવામાં આવે છે કે નહીં તે બાબતે ધ્યાનથી રાહ જોવાઇ રહી છે.

પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર દ્વારા બેબાક શબ્દોમાં કરવામાં આવેલ રજૂઆતો કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સના હિતમાં અભિનંદનને પાત્ર ગણી શકાય. આ પ્રકારે વેપારીઓની લાગણી ચેમ્બર દ્વારા યોગ્ય સત્તાધિકારીઑ સુધી પહોચડવી જરૂરી છે. સમગ્ર દેશમાં ટેક્સ કંપલાયન્સમાં પડી રહેલી તકલીફો બાબતે પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર જેવી હીમત કેટલા અન્ય એસોશીએશન કરે છે તેના ઉપર વેપારીઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ મીટ માંડીને બેઠા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

2 thoughts on “10 દિવસ માટે મુદત વધારવી એ કરદાતાઓ સાથે છે મઝાક: પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર

  1. I want to know if a composition dealer purchase goods from URD person he will have to depisit 1% GST or more?

Comments are closed.

error: Content is protected !!