કેશ લેજરમાંથી રિફંડ માટેની અરજી માટે 15 દિવસમાં એકનોલેજમેંટ ના આપવામાં આવી હોય તો રિફંડ રિજેકશન ઓર્ડર થઈ શકે નહીં: આંધ્રપ્રદેશ હાઇ કોર્ટ
Reading Time: < 1 minute
Important Case Law with Tax Today
કોર્ટ: આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ
કેસ નંબર: 17370/2020
કેસના પક્ષકારો: M/s.SHCPLRJV વી. આશી. કમિશ્નર સ્ટેટ ટેક્સ
ઓર્ડર તારીખ: 24.11.2020
કેસના તથ્યો:
- કરદાતા દ્વારા કેશ લેજરમાં જમા રકમના રિફંડ બાબતે અરજી કરી હતી.
- આ અરજી લાંબા સમય બાદ રદ્દ કરવામાં આવી હતી.
કરદાતા તરફે દલીલ:
- જી.એસ.ટી. નિયમ 90(1) ને સર્ક્યુલર 79 ના પેરા 2(d) સાથે વાંચતાં જી.એસ.ટી. માં રહેલ કેશ લેજરમાં જમા રકમના રિફંડની અરજીનું એકનોલેજમેંટ અરજી કર્યાના 15 દિનમાં આપી દેવાનું રહે છે.
- જો અરજીમાં કોઈ ખામી હોય તો આ અંગે કરદાતાને “ડેફીસ્યંસી મેમો” આપવાનો રહે છે જે RFD-03 માં આપવાનો રહે છે.
- “ડેફીસ્યંસી મેમો” આપવામાં આવ્યો હોય તો રકમ કેશ લેજરમાં રીક્રેડિટ થઈ જાય છે અને કરદાતાએ ફરી અરજી કરવાની રહે છે.
- જી.એસ.ટી. કાયદામાં કે તેના નિયમોમાં કેશ લેજર રિફંડ રિજેક્ટ કરવાની કોઈ સત્તા આપવામાં આવી નથી.
- જ્યારે એક વાર એકનોલેજમેંટ આપી દેવામાં આવે તો ત્યારબાદ કોઈ “ડેફીસ્યંસી મેમો” આપી શકાય નહીં.
સરકાર તરફે દલીલ:
- જી.એસ.ટી. કાયદા હેઠળ કેશ લેજરના રિફંડ માટેની અરજી રિજેક્ટ ના કરી શકાય તેવી દલીલનો વિરોધ કર્યો હતો.
- પરંતુ સરકારી વકીલ દ્વારા કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે જો કરદાતા દ્વારા જરૂરી પુરાવાઑ રજૂ કરવામાં આવશે તો તે અરજી ઉપર ફરી વિચાર કરવામાં આવશે.
કોર્ટનો આદેશ:
- જી.એસ.ટી. નિયમ 90(1) ને સર્ક્યુલર 79 ના પેરા 2(d) સાથે વાંચતાં જી.એસ.ટી. માં રહેલ કેશ લેજરમાં જમા રકમના રિફંડની અરજીનું એકનોલેજમેંટ અરજી કર્યા ના 15 દિનમાં આપી દેવાનું રહે છે. આ જોગવાઈનો ભંગ સરકાર તરફથી કરવામાં આવ્યો છે.
- સરકાર દ્વારા કરવામાં આવેલ “રિફંડ રિજેક્સનનો” આદેશ આથી રદ કરવામાં આવે છે.
- સરકારને આ અરજીની ફરી તપસ કરી કાયદા મુજબ આ આદેશ થયા ના બે થી ત્રણ અઠવાડીયામાં નિકાલ કરવા જણાવવામાં આવે છે.
(સંપાદક નોંધ: જી.એસ.ટી. કાયદા હેઠળ કેશ લેજર રિફંડ માટે પણ ઘણીવાર લાંબો સમય લગાડવામાં આવતો હોય છે. આ ચુકાદો આ પ્રકારના કેસો માટે ઉપયોગી સાબિત થશે.)