ત્રિમાસિક રિટર્ન માસિક ટેક્સ સ્કીમ અંગે GSTN પોર્ટલ દ્વારા બહાર પાડવામાં આવી મહત્વની માર્ગદર્શિકા… જે જાણવી છે તમારા માટે જરૂરી
GSTN પોર્ટલની માર્ગદર્શિકા મુજબ માર્ચ 2021 ના ચલણ માટે “મંથલી પેમેન્ટ ફોર ક્વાટરલી ટેક્સ પેયર” વિકલ્પ નહીં પણ 3B રિટર્ન દ્વારા કરવાનું રહેશે ચલણ જનરેટ
તા. 10.04.2021: ત્રિમાસિક રિટર્ન માસિક પેમેન્ટ એટ્લેકે QRMP સ્કીમ અંગે માર્ચ મહિનામાં કેવી રીતે પેમેન્ટ કરવું તે અંગે જી.એસ.ટી. પોર્ટલ પર મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાના મહત્વના મુદ્દા નીચે મુજબ છે.
- QRMP હેઠળ પ્રથમ બે મહિના એટ્લે કે M1 અને M2 ના પેમેન્ટ માટે “મંથલી પેમેન્ટ ફોર ક્વાટરલી ટેક્સ પેયર” વિકલ્પ પસંદ કરી ટેક્સ ભરવાનો રહેશે.
- ત્રીજા મહિના માટે (એટ્લે હાલના ક્વાટર માટે માર્ચ 2021 માટે) આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે નહીં.
- માર્ચ 2021 ના ચલણ ભરવા માટે તમામ ટેક્સ પેયર્સએ GSTR 3B માં “ક્રિએટ ચલણ” નો વિકલ્પ લેવાનો રહશે.
- આ PMT-06 નું ચલણ દ્વારા માર્ચ 2021 નું પેમેન્ટ કરદાતાએ કરવાનું રહેશે.
આ મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવતા આ મહત્વના મુદાનું આધિકારિક સમાધાન કરી આપવામાં આવ્યું છે. જો કે ટેક્સ ટુડે એક્સપર્ટ અને જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા આ અંગે વિવિધ વોટ્સએપ ગ્રૂપ તથા ટેક્સ ટુડે ઉપરના આ અંગેના વિડીયોમાં આ પ્રમાણેજ પોતાનો અભિપ્રાય આપી ચૂક્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.