કોરોનાના વધતાં કેસોને ધ્યાને રાખી મહેસાણા વેપારીઓ પાળશે સ્વૈચ્છીક લોકડાઉન
મહેસાણામાં કોરોનાના કેસો વધતાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત
તા. 09.04.2021: કોરોનાના કેસો સતત મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં વધી રહ્યા છે. મહેસાણામાં વેપારી સંગઠનોની એક મહત્વની મિટિંગ મળી હતી. ત્યારબાદ જાહેરાત થઈ હતી કે મહેસાણા શહેર શનિવાર અને રવિવાર સ્વયંભુ બંધ રહેશે. શનિવાર અને રવિવાર વેપારીઓ સ્વયંમભુ બંધ રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહેસાણા શહેરના વેપારીઓની એક બેઠક ટાઉનહૉલ ખાતે મળી હતી. આ બેઠકમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ, સરકારી અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. મહેસાણા શહેરના વિવિધ વેપારી એસોસિએશન પ્રમુખો , મંત્રી સભ્યો પણ આ બેઠકમાં ખાસ રહ્યા હાજર રહ્યા હતા. શહેરમાં ભરાતું ગુજરી બજાર
પણ રવિવારના રોજ બંધ રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ રોકવા સોમવારથી શહેરના બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે તેમ પણ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. સરકાર કોરોના સંક્રમણ રોકવા અંગે લોકડાઉનનો નિર્ણય લઈ શકી નથી ત્યારે વેપારીઓ એસોસિએશન ભેગા મળી સ્વૈસ્વછિક રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હર્ષદ ઓઝા, મહેસાણા, ટેક્સ ટુડે