ત્રિમાસિક રિટર્ન માસિક ટેક્સ સ્કીમ અંગે GSTN પોર્ટલ દ્વારા બહાર પાડવામાં આવી મહત્વની માર્ગદર્શિકા… જે જાણવી છે તમારા માટે જરૂરી

Spread the love
Reading Time: < 1 minute

GSTN પોર્ટલની માર્ગદર્શિકા મુજબ માર્ચ 2021 ના ચલણ માટે “મંથલી પેમેન્ટ ફોર ક્વાટરલી ટેક્સ પેયર” વિકલ્પ નહીં પણ 3B રિટર્ન દ્વારા કરવાનું રહેશે ચલણ જનરેટ

તા. 10.04.2021: ત્રિમાસિક રિટર્ન માસિક પેમેન્ટ એટ્લેકે QRMP સ્કીમ અંગે માર્ચ મહિનામાં કેવી રીતે પેમેન્ટ કરવું તે અંગે જી.એસ.ટી. પોર્ટલ પર મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાના મહત્વના મુદ્દા નીચે મુજબ છે.

  • QRMP હેઠળ પ્રથમ બે મહિના એટ્લે કે M1 અને M2 ના પેમેન્ટ માટે “મંથલી પેમેન્ટ ફોર ક્વાટરલી ટેક્સ પેયર” વિકલ્પ પસંદ કરી ટેક્સ ભરવાનો રહેશે.
  • ત્રીજા મહિના માટે (એટ્લે હાલના ક્વાટર માટે માર્ચ 2021 માટે) આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે નહીં.
  • માર્ચ 2021 ના ચલણ ભરવા માટે તમામ ટેક્સ પેયર્સએ GSTR 3B માં “ક્રિએટ ચલણ” નો વિકલ્પ લેવાનો રહશે.
  • આ PMT-06 નું ચલણ દ્વારા માર્ચ 2021 નું પેમેન્ટ કરદાતાએ કરવાનું રહેશે.

આ મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવતા આ મહત્વના મુદાનું આધિકારિક સમાધાન કરી આપવામાં આવ્યું છે. જો કે ટેક્સ ટુડે એક્સપર્ટ અને જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા આ અંગે વિવિધ વોટ્સએપ ગ્રૂપ તથા ટેક્સ ટુડે ઉપરના આ અંગેના વિડીયોમાં આ પ્રમાણેજ પોતાનો અભિપ્રાય આપી ચૂક્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!