જેતપુરમાં કોરોના બેકાબૂ બનતો જતો હોય વેપારી મહાજન દ્વારા 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય
શનિવાર અને રવિવાર સંપૂર્ણ બંધ પાળશે વેપારીઓ
મહામારી કોરોના ને અંકુશમાં લાવવા વેપારી મહાજન પ્રમુખ વી. ડી. પટેલ ડાઈંગ એશો. પ્રમુખ જેન્તીભાઇ રામોલિયાના અધ્યક્ષ સ્થાને તમામ વેપારીઓની મીટીંગ મળેલ જેમાં સર્વાનુમતે સ્વૈચ્છિક રીતે નક્કી કરવામાં આવેલ કે સોમવાર થી રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી તેમજ આવતા શનિ અને રવીવાર બે દિવસ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખવા. આ વેપારીઓનો નિર્ણય છે આમાં કોઈ કાયદાકીય કાર્યવાહી થશે નહિ પરંતુ દરેક લોકો સહકાર આપે અને જો વધુ જરૂર પડશે તો રાત્રિ બંધ નો સમય વધારવા અને હટાવાવા ની જરૂર પડશે તે મુજબ ભવિષ્યમાં નિર્ણય લેવાશે તેવી સેક્રેટરી હરેશભાઈ ગઢીયા એ એક અખબારી યાદીમાં જણાવેલ છે. કોરોનાના વધતાં જતાં કેસોને કાબૂમાં લેવા આ સ્વૈચ્છિક લોકડાઉન મદદરૂપ થશે તેવું માનવમાં આવી રહ્યું છે. લલિત ગણાત્રા, ટેક્સ ટુડે