રૂબરૂ સાંભળવાની તક આપવામાં ના આવેલ હોય તેવા આદેશ ટકી શકે નહીં:: મદ્રાસ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Case Law with Tax Today

Tvl. Vectra Computer Solutions

Vs

The Commissioner of Commercial Tax & Others

મદ્રાસ હાઇકોર્ટ રિટ પિટિશન નંબર 9531/2020

આદેશ તારીખ: 25.03.2021


કેસના તથ્યો:

 • કરદાતા જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ હતા.
 • તેઓએ સતત છ રિટર્ન ના ભરતાં તેમનો જી.એસ.ટી. હેઠળનો નોંધણી નંબર રાજ્ય જી.એસ.ટી. ઓફિસર દ્વારા રદ્દ કરી નાંખવામાં આવ્યો હતો.
 • કરદાતા દ્વારા ટેક્સ, વ્યાજ અને લેઇટ ફી ભરી છ મહિના રિટર્નનો મુદ્દો દૂર કરવામાં આવ્યો હતો.
 • પરંતુ કરદાતાને નોટિસ આપી તેઓના રિટર્નમાં ખરીદ-વેચાણમાં અમુક વિસંગતતાઑ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
 • આ નોટિસનો કરદાતા દ્વારા જવાબ આપવામાં આવ્યો ના હતો.
 • આ કારણે કરદાતા સામે નોંધણી દાખલો રદ્દનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.

સરકાર તરફે દલીલ:

 • આ આદેશના બચાવમાં સરકાર તરફે રજૂઆત થઈ હતી કે આ આદેશ સામે કરદાતા પાસે જી.એસ.ટી. કાયદાની કલમ 107 હેઠળ અપીલ કરવાની તક છે.
 • આમ, અન્ય વિકલ્પ હોય આ રિટ પિટિશન ચલાવવામાં આવવી જોઈએ નહીં.

કોર્ટનો ચુકાદો:

 • કરદાતા દ્વારા આ આદેશ સામે ઘણા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
 • પરંતુ આ આદેશ એક સામાન્ય કુદરતી ન્યાયના મુદ્દા ઉપર જ રદ કરવા પાત્ર છે કારણકે કરદાતાને રૂબરૂ સુનાવણીની તક આપવામાં આવી ના હતી.
 • જી.એસ.ટી. કાયદાની કલમ 75(4) હેઠળ કરદાતા વિરુદ્ધ કોઈ પણ આદેશ પસાર કરતાં પહેલા સુનાવણીની તક આપવી જરૂરી છે. જે આ આદેશ કરતાં પહેલા આપવામાં આવી નથી.
 • આ નોટિસનો અભ્યાસ કરતાં તથા આ નોટિસ બાદ જે આદેશ પસાર કરેલ છે તેનું વાંચન કરતાં કરદાતાને સુનાવણીની તક આપી હોવા અંગે કોઈ ઉલ્લેખ નથી.
 • આમ, માત્ર કુદરતી ન્યાયનું પાલન ના થયું હોવાના એક માત્ર કારણથી આ આદેશ રદપાત્ર ઠરાવવામાં આવે છે.

(સંપાદક નોંધ: મદ્રાસ હાઇકોર્ટ દ્વારા કુદરતી ન્યાયનો સિદ્ધાંતનું પાલન ના થયું હોવાના એક માત્ર કારણે અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ રદ કરવામાં આવેલ છે. રોજ બરોજની પ્રેક્ટિસમાં અવારનવાર એવું ધ્યાને આવે છે કે કરદાતાને યોગ્ય સુનાવણીની તક આપ્યા વગરજ આદેશ પસાર કરવામાં આવે છે. આ પ્રકારના કેસો માટે આ ચુકાદો ઉપયોગી સાબિત થશે)

 

 

error: Content is protected !!