મિલ્કત એટેચમેંટની સત્તા ખૂબ કાળજી સાથે વાપરવામાં આવે તે છે જરૂરી: મદ્રાસ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 3 minutes

Important Case Law With Tax Today

શ્રી નંધીઢાલ મિલ્સ પ્રાઈવેટ લિમિટેડ વી. સિનિયર ઇંટેલિજન્સ ઓફિસર અને અન્યો

મદ્રાસ હાઇકોર્ટ રિટ પિટિશન નંબર 5192/2020 તથા 6136/2020

આદેશ તારીખ 07.04.2021


કેસના તથ્યો:

  • કરદાતાએ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ તથા MSME હેઠળ નોંધાયેલ “સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ” છે.
  • 10.2019 ના રોજ કરદાતાના ધંધાના સ્થળ ઉપર રિસ્પોનડંટ (CGST) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • કરદાતાના મેનેજરનું નિવેદન અધિકારી દ્વારા લેવામાં આવ્યું હતું જેમાં તેમના દ્વારા સ્વીકારવાંમાં આવ્યું હતું કે તેમના દ્વારા યોગ્ય રીતે ટેક્સની જવાબદારી નિભાવવામાં આવી ન હતી.
  • તેઓ દ્વારા અમુક સમયમાં બાકી જી.એસ.ટી. વ્યાજ સાથે ભરી આપવા સમતી આપવામાં આવી હતી.
  • આ અંડરટેકિંગ ઉપર કંપનીન મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા પણ સહી કરવામાં આવી હતી.
  • રીસપોન્ડટ સાથે થયેલ સમજૂતી મુજબ 1 કરોડની રકમ એ જ દિવસે કરદાતા દ્વારા ભરવામાં આવી હતી અને આ અંગે DRC 03 ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું.
  • આગળ જતાં ઓક્ટોબર 2019 માં, 1 કરોડની વધુ રકમ કરદાતા દ્વારા જમા કરાવવામાં આવી હતી.
  • ત્યાર બાદ નવેમ્બર 2019  ના રોજ મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા પોતાના દ્વારા તપાસ દરમ્યાન આપવામાં આવેલ સ્ટેટમેન્ટ પાછું ખેચી લેવા અંગે પત્ર લખ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે તેમના દ્વારા તપાસમાં આપવામાં આવેલ સ્ટેટમેન્ટ દબાણમાં આપવામાં આવ્યું હતું.

કરદાતા તરફે રજૂઆત:

  • તપાસ દરમ્યાન કરદાતા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને આ કારણેજ તેમણે નિવેદન દબાણ હેઠળ આપ્યું હતું.
  • તપાસ દિવાળીન દિવસે સાંજે હાથ ધરવામાં આવી હતી અને કરદાતાને ખૂબ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
  • તપાસ અન્વયે આકારણી થતાં સમય લાગશે અને આ આકારણી આદેશ આવે ત્યાર બાદ ચોક્કસ રકમ ભરવાની નક્કી થાય.
  • આકારણી થવામાં 6 મહિનાથી ઓછો સમય લાગશે નહીં અને આ દરમ્યાન રકમ ભરાવવી કાયદા હેઠળ શું યોગ્ય ગણાય?
  • કરદાતા અનાજ, કઠોળનો વેપાર કરે છે.
  • આ આકારણીમાં મુદ્દો એક જ છે કે કરદાતા જે “શિવમ” ના નામથી માલનું વેચાણ કરે છે તે અનરજીસ્ટર્ડ બ્રાન્ડ હોવા છતાં તેના ઉપર ટેક્સ લાગે કે નહીં.
  • કરદાતા દ્વારા 29.09.2017 ના રોજ પોતે પોતાની અનરજીસ્ટર્ડ બ્રાન્ડ ઉપરના “એક્શનેબલ ક્લેમ” જતાં કરવા અંગેનું એફિડેવિટ જ્યુરિસડીકશન ઓફિસર પાસે રજૂ કરેલ છે.
  • તપાસ ચાલુ હોય એ દરમ્યાન કરદાતાને ભરેલ રકમનું રિફંડ આપવામાં આવે.
  • કરદાતાએ પોતાની દલીલોની તરફેણમાં સેન્ટરલ એક્સસાઈઝ હેઠળના અમુક ચૂકાદાઑ પણ રજૂ કર્યા હતા.

સરકાર તરફે રજૂઆત:

  • કરદાતા દ્વારા કોઈ પણ દબાણ વગર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું.
  • કરદાતા દ્વારા પોતાની મરજીથી ટેક્સ ભરવામાં આવ્યો હતો.
  • “એક્શનેબલ ક્લેમ” બાબતનું એફિડેવિટ એ જ્યુરિસડિકશન ઓફિસર પાસે નહીં પરંતુ જ્યુરિસડિકશન કમિશ્નર પાસે રજૂ કરવું જોઈએ.
  • કરદાતા દ્વારા રજૂ કરવામાં આવેલ ચૂકદાઑ જી.એસ.ટી. હેઠળ નહીં પરંતુ અગાઉ સેંટરલ એકસાઈઝ હેઠળના છે.
  • કરદાતા દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 74(5) હેઠળ ભરેલ રકમ સ્વૈચ્છીક ધોરણે ભરેલ છે અને હવે આ રકમનું રિફંડ આપવા રિટ થઈ શકે નહીં.

કોર્ટનો આદેશ:

  • કલમ 74 અને તે અંગેના નિયમ 142 નું વાંચન સાથે કરતાં એ બાબત સ્પષ્ટ છે કે આ કલમ કોઈ એડ્વાન્સ ટેક્સ ભરવા અંગેની કલમ ગણી શકાય નહીં.
  • સેન્ટરલ એકસાઇઝ હેઠળના ચૂકાદાઓનો “રેશિયો” હજુ લાગુ પડે કે જ્યાં સુધી કરદાતાની જવાબદારી નક્કી કરવામાં ના આવે ત્યાં સુધી તેને કોઈ રકમ ભરવા દબાણ કરી શકાય નહીં.
  • કરદાતા દ્વારા તપાસ દરમ્યાન આપવામાં આવેલ નિવેદન પાછું ખેંચવામાં આવ્યું છે અને આથી હવે અધિકારી આ અંગે યોગ્ય આકારણી કરવાની રહે.
  • કરદાતા દ્વારા તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ દબાણના કારણે જે નિવેદન આપવામાં આવ્યું હોય તેને સેલ્ફ એસેસમેંટ ગણી શકાય નહીં.
  • ભૂમિ એસોશીએટ્સ vs યૂનિયન ઓફ ઈન્ડિયા (3196/2020) ના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા અંતરીમ આદેશ કરતાં જણાવ્યુ હતું કે કરદાતા પાસેથી તપાસ દરમ્યાન કોઈ પણ રકમ રોકડમાં, ચેકમાં કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાંથી વસૂલ કરવામાં આવે નહીં.
  • કરદાતા સ્વૈછીક રીતે DRC-03 માં રકમ ભરવાં માંગતા હોય તો પણ તે રકમ તપાસ અધિકારી ધંધાનું સ્થળ છોડી ને જતાં રહે ત્યારે ભરવાની રહે.
  • તપાસ દરમ્યાન કરદાતાને થયેલ તકલીફ બાબતે ફરિયાદ કરવાંની સગવડ આપવામાં આવે.
  • કરદાતાની ફરિયાદ ઉપરથી તપાસ કરતાં અધિકારીની ભૂલ જણાય તો તેના સામે ખાતાકીય પગલાં લેવામાં આવે.
  • દૂ:ખની બાબત એ છે કે જી.એસ.ટી.ની તપાસ દરમ્યાન આ બાબતોનું ધ્યાન રાખવામા આવતું નથી.
  • ઉપરની તમામ વિગતો ધ્યાને લઈ કરદાતાની રિટ મંજૂર કરવામાં આવે છે અને કરદાતાએ ભરેલ 2 કરોડની રકમ રિફંડ આપવા આદેશ કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: જી.એસ.ટી. તપાસ દરમ્યાન આ ચુકાદો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તપાસ દરમ્યાન સામાન્ય રીતે એવું જોવા મળે છે કે અધિકારી દ્વારા DRC 03 કરાવવામાં આવતુંજ હોય છે. આ ચુકાદામાં એ પ્રતિપાદિત કર્યું છે કે કલમ 74 હેઠળ ડિમાન્ડ નિકલવામાં આવે ત્યારબાદજ ડિપાર્ટમેંટ ટેક્સની વસૂલાત કરવા હક્કદાર છે. આકારણી આદેશ પસાર કર્યા સિવાય રકમની ઉઘરાણી કરવી અને એટેચમેંટની કાર્યવાહી કરવી યોગ્ય નથી.)

error: Content is protected !!