બ્રાન્ડ નેમ રજિસ્ટર્ડના હોય તો પણ “રાઈસ” (ચોખા) ઉપર જી.એસ.ટી. લાગુ પડે: ત્રિપુરા હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Judgements with Tax Today

M/S Sarvasiddhi Agrotech Pvt. Ltd. Vs The Union of India & Others

Writ Petition no. 279/2021

Date of Order: 20.04.2021


કેસના તથ્યો:

  • કરદાતા રજિસ્ટર્ડ કંપની છે અને ત્રિપુરા રાજ્યના જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ છે.
  • તેઓ ત્રિપુરામાં “અન-બ્રાંડેડ” ચોખાના વેચાણ સાથે જોડાયેલા છે.
  • તેઓના ધંધાના સ્થળ ઉપર અન્વેષણ વિભાગ દ્વારા 17.07.2018 ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • આ તપાસ દરમ્યાન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આ કબ્જે લેવાયેલ મુદ્દામાલ ઉપરથી એવું તારણ નિકલવામાં આવ્યું હતું કે કરદાતા દ્વારા “આહાર નોર્મલ”, “આહાર ગોલ્ડ” જેવા બ્રાન્ડ નેમ ઉપર વેચાણ કરવામાં આવી રહ્યું છે.
  • બ્રાન્ડ નેમ હોવા છતાં કરદાતા આ ચોખાનું વેચાણ કરમુક્ત ગણી કરતાં હતા.
  • જી.એસ.ટી. લાગુ થયો ત્યારથી તપાસની તારીખ સુધીના વેચાણની વિગતો ઉપરથી કરદાતા ઉપર મોટું માંગણુ ઊભું કરી દેવામાં આવ્યું હતું.
  • કરદાતાએ આ આદેશ સામે અપીલ કરવામાં આવી હતી જે અપીલ પણ 01.2021 ના રોજ નામંજૂર કરવામાં આવી હતી.
  • અપિલેટ ટ્રિબ્યુનલનું ગઠન ના થયું હોય, કરદાતા દ્વારા આ રિટ પિટિશન કરવામાં આવેલ છે.

કરદાતા તરફે રજૂઆત

  • કરદાતા દ્વારા “એક્ષનેબલ ક્લેમ” જતું કરવા અંગેનું એફિડેવિટ 05.04.2019 ના રોજ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
  • કરદાતા દ્વારા એવી પણ દલીલ રજૂ કરવામાં આવી હતી કે આ ચોખા યુનિટ કંટેનર માં વેચવામાં આવ્યા નથી.
  • અધિકારી દ્વારા જે માલ જપ્ત કરવામાં આવ્યો છે ટે વેચાણ માટે ના હતો પણ ઇન્ટરનલ ગ્રેડિંગ માટે હતો.

સરકાર તરફે રજૂઆત:

  • કરદાતા દ્વારા કરવામાં આવતું ચોખાનું વેચાણ એ બ્રાન્ડ નેમ હેઠળ થતું વેચાણ ગણાય.
  • બ્રાન્ડ નેમ રજિસ્ટર્ડના હોય છતાં આ બ્રાન્ડ “એક્ષનેબલ ક્લેમ” ને પાત્ર તો હતુંજ.
  • કરદાતા દ્વારા એક્ષનેબલ ક્લેમ જતો કરવા અંગેનું સોગંદનામું પાછળથી રજૂ કરવામાં આવ્યું છે.

કોર્ટનો આદેશ:

  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી પસાર કરવામાં આવેલ આદેશ તથ્યો આધારિત છે.
  • ડિપાર્ટમેંટ દ્વારા વિવિધ પુરાવાઓનો આધાર લઈ આ વેચાણ બ્રાન્ડ નેમ હેઠળ છે તેમ ઠરાવેલ છે.
  • કરદાતા દ્વારા જે રજૂઆત થઈ છે કે જે માલ જપ્ત કરવામાં આવેલ છે ટે “ઇન્ટરનલ ગ્રેડિંગ” માટે છે ટે અંગે કોઈ પુરાવા તેઓ આપી શક્ય નથી.
  • 09.2017 ના રોજના નોટિફિકેશન દ્વારા બ્રાન્ડ નેમ બાબતે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. બ્રાન્ડ નેમમાં રજિસ્ટર્ડ બ્રાન્ડ નેમ હોવું જરૂરી નથી પરંતુ જે બ્રાન્ડ નેમ ઉપર એક્ષનેબલ ક્લેમ ઉપસ્થિત થઈ શકે તે તમામ માલ બ્રાન્ડ નેમ વાળો ગણવા અંગે ખુલાસો કરવામાં આવેલ છે.
  • આમ, કરદાતાનો માલ એ ભલે અનરજીસ્ટર્ડ બ્રાન્ડ નેમ વાળો હોય પરંતુ એક્ષનેબલ ક્લેમ માટે હક્કદાર બને છે.
  • આ માલ કરપાત્ર બને અને આમ કરદાતાની અપીલ નામંજૂર કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: અનરજીસ્ટર્ડ બ્રાન્ડ નેમ વાળા માલ ઉપર કરપાત્રતા અંગેનો આ ચૂકદો ખૂબ મહત્વનો રહે છે. આ બાબત ઉપર ગુજરાત હાઇકોર્ટનો ઈદરીશ યુસુફભાઈ માલવાસી નો ચુકાદો પણ જોઈ જવા અનુરોધ છે. કરમુક્ત તરીકે વેચવામાં આવતા અનરજીસ્ટર્ડ બ્રાન્ડ નેમ વાળી ચીજ વસ્તુઑના વેપારીઓ તથા તેમના ટેક્સ પ્રોફેશનલ્સએ આ ચુકાદો ધ્યાને લેવો ખૂબ જરૂરી છે)

error: Content is protected !!
18108