શું ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે?? વાંચો આ અંગે વિશેષ લેખ

Spread the love
Reading Time: 5 minutes

 

 

 

લલિત ગણાત્રા, એડવોકેટ, જેતપુર

ભારત ભરમાં છેલ્લા એક મહિનાથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા રદ કરાવવા બહુ મોટી સંખ્યામાં સામાજિક સંગઠન, ડોકટરો, વિદ્યાર્થીઓ, અમુક શીક્ષકો, કોઈ કોઈ જગ્યા પર નેતાઓ, મોટા ભાગના મીડિયા ના લોકો, વાલીઓ અને વાલી મંડળ એશોસીએશન, અમુક વકીલો  જાહેરમાં સરકાર પાસે બોર્ડની ઓફલાઇન પરીક્ષા રદ કરી અન્ય વિકલ્પ થી વિદ્યાર્થીઓનું એશેસેમન્ટ કરી વિદ્યાર્થીઓ ને ચીન્તા મુક્ત કરી પરીક્ષા રદ કરાવવા રજૂઆત કરતાં હતા. તે ઉપરાંત સતત છેલ્લા 15 દિવસથી બોર્ડની પરીક્ષા રદ કરાવવા ટવીટર મારફત હેશટેગ પણ ટ્રેન્ડ થઈ રહ્યો હતો.

આ ધોરણ 10  અને ધોરણ 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની ઉમર 15 વર્ષ થી લઈ ને 18 વર્ષ ની છે જેને આપણે ભારતના કાયદા મુજબ સગીર કહીએ છીએ. 100 વર્ષે એકાદ વખત આવનાર મહામારી અત્યારે ચાલી રહી છે. છેલ્લા 3 મહીનાથી કોરોનાની જે સ્થિતિ ચાલી રહી છે એમાં આપણે લોકો ઘણું ગુમાવી ચુક્યા છીએ એ વાતથી આપણે બધા અવગત જ છીએ.

આ બે મહિનામાં આ બોર્ડના સગીર વિદ્યાર્થીઓ ની સ્થિતિ એક કુકરમાં બંધ કરી નીચે ફુલ તાપમાનથી ગેસ ચાલુ હોય એવી હતી. ઘરમાં કોઈ ને કોરોના થાય એટલે આખું ફેમિલી ટેન્શનમાં આવે છે. આ કોરોના ભલે 85% લોકો ને સામાન્ય અસર કરીને નીકળી જતો હોય પણ એ 14 દિવસનો સમયગાળો આખા પરીવાર માટે ખુબ જ માનસિક તણાવ વારો હોય છે. 5 વ્યક્તિનું ફેમિલી ગણીને ચાલો તો બે ત્રણ વ્યક્તિ કોરોનામાં થી પસાર છેલ્લા બે મહિનામાં થયા છે. કોઈ ના ફેમિલી, નજીકના અંગત સગાઓ, મીત્ર, પાડોશી સિરિયસ થયાને કોઈ આપણી વચ્ચેથી આ મહામારીનો ભોગ બનીને ચાલ્યા પણ ગયા.  આ  કુદરતી પરીક્ષા હતી જે બોર્ડના આ વિદ્યાર્થીઓ પણ પરીવારની સાથે આપી રહ્યા હતાં. જે વિદ્યાર્થીઓ માર્ચ સુધી ખૂબ મહેનત કરતા હતા, ઘર બેઠા ઓનલાઈન ભણતા હતો, પેપરમાં ઘરે હોવા છતાં ભણવું જ છે એટલે કોઈ જોવા વારૂ નથી તો પણ ચોરી નહીં કરું એવી માનસિકતા સાથે સારા માર્ક્સ લાવતા હતા એ મોટા ભાગના વિદ્યાર્થીઓના પુસ્તકો એપ્રિલ શરૂ થતાં બાજુ પર મુકાઇ ગયા. લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ એ આ કોરોનાને લીધે પોતાના પરીવાર માથી અથવા નજીક સગા સંબધીઓમાં કોઈ ને કોઈ ને અવસાન થતાં  જોયા છે જેના આઘાતમાં થી હજુ આ વિદ્યાર્થીઓ બહાર નથી આવી શક્યા.

હાલ કોરોના મોટાભાગના વીસ્તારો માં હળવો થતાં ફરી પરીક્ષાઓની ચર્ચા શરૂ થઈ ગઈ. જે  વિદ્યાર્થી પહેલાંથી જ પ્રેશર કુકરમાં હતો એને ફરી પુસ્તક લઈ ને બેસવાનો વારો આવ્યો. જે મહેનત છેલ્લા 14 મહીનાથી માર્ચ સુધી કરી હતી એ ફરી વાચવાનો વારો આવ્યો પણ કોઈ એ અભ્યાસ ના કર્યો કે આમાના ઘણા વિદ્યાર્થીઓ કે  કોરોનાના માર  સહન કરી માનસિક રીતે હજુ બહાર નીકળી શક્યા છે કે નહીં ? બસ બધે ચર્ચાઓ ચાલી રહી હતી કે પરીક્ષા વગર તો પાસ કેમ કરી શકાય???

અનેક તર્ક વીતર્ક સાથે વીરોધ સ્વરૂપે  ઘણાના વીચારો મીડિયા જગત ના માધ્યમથી  બહાર આવવા લાગ્યા. એમાં અમુક તર્કો અહી પ્રસ્તુત છે.

1) આ પરીક્ષા એમનું ભાવી નક્કી કરનારી છે. વિદ્યાર્થીઓ નું ભાવી અંધકારમય થઈ જશે.

2) પરીક્ષા મહત્વ ની છે,પરીક્ષા મોડી કરી નાખો,

3) શીક્ષક હારી જશે જો પરીક્ષા નહી લેવાય તો,

4) માસ પ્રમોશન વાળા વિદ્યાર્થીઑને નોકરી નહીં મળે,

5) મેરીટ માં આ માસ પ્રમોશન નડશે, બધા વિદ્યાર્થીઓને આગળ એડમિશન કેમ મળશે?

6) નબળા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ જશે

હવે જે વિદ્યાર્થી પહેલાંથી માનસિક તણાવમાં હતો એની ઉપર આવા તર્ક વીતર્કોથી ફરી મુંજવાણ વધી, જુના ઘા ને દુખાવા હજુ રુઝાયા નથી ત્યાં ભાવી અંધકારમાં દેખાડવા વાળા નવા ઘા આપવા લાગ્યા. વિદ્યાર્થી સતત મુઝવણમાં જીવી રહ્યો હતો કે પરીક્ષા લેવાશે કે નહીં લેવાય એટલે આવા દુખાવાના અનેક કારણોસર પુસ્તક તરફ ધ્યાન કેન્દ્રિત પણ થતું નહોતું

ઉપરોકત અમુક પ્રશ્નો ના જવાબ આપવા હું થોડો પ્રયત્ન કરીશ.

1) ભાવી અંધકારમય થઈ જશે ?  ના જરાપણ નહી, હું આ વાત સાથે એક ટકા પણ સહમત નથી. ધોરણ 10 અને ધોરણ 12 નું ભણતર અને ગણતર મહત્વનું હોય છે એમાં કોઈ શંકા નથી. પણ શું આ પરીક્ષા લેશો તો જ એ પાસ ગણાશે અને તો જ એ ભણ્યો ગણાશે ?  શું છેલ્લી એક બોર્ડની 3 કલાક ની પરીક્ષા થી જ આ વિદ્યાર્થીઓ પાસ નપાસ, હોશિયાર કે ઠોઠ ગણાશે ? ના, જરા પણ નહીં, 3 કલાક ના પેપરમાં ગોખણપટ્ટી કરીને આવા પાસ થનાર વિદ્યાર્થીઓને હું હોશિયાર નથી ગણતો. હોશિયાર વિદ્યાર્થીઓને જે ભણતર, ગણતર મેળવવાનું હતું એ તો એણે માર્ચ સુધીમાં જ મેળવી લીધું હતું  અને જેને ભણવું જ નહોતું એણે માર્ચ સુધી પણ નથી મેળવ્યું. આંતરિક અવલોકન એમનમ નથી આપવાનું. એમણે અત્યાર સુધી કરેલ મહેનત અને પરીણામો ને આધારે પાસ જાહેર થશે. આ ગણતરી પછી બને શકે કે વિદ્યાર્થીઓને 5% – 10% વધતા ઓછા મળી શકે. પંરંતુ અત્યાર ની સ્થિતિ મુજબ આપણે બધાએ સ્વીકારવાનુ રહ્યું

2)  પરીક્ષા મોડી કરી નાખો એવી દલીલ આપનાર ને મારો જવાબ છે કે તમે તેનું આવનાર નવું વર્ષ પણ બગડી રહ્યા છો. પરીક્ષા મહત્વની છે એમ કહેનારને મારે કહેવું છે કે ધોરણ 10 અને ધોરણ 12 નું ભણતર અને ગણતર મહત્વનું છે માર્કશીટ માં મેળવેલ માર્ક પર ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને ક્યાંય કોઈ પણ સીધો નોકરી પર નથી રાખી લેતું. સરકારી નોકરીમાં બધી જગ્યા પર ફરી બહુહેતીલક્ષી પરીક્ષા ફરી આપવી પડે છે. પ્રાઇવેટ નોકરીમાં તમારી સ્નાતક-અનુસ્નાતક ના બેઈઝ પર તે ઉપરાંત તમારી બોલવાની, કામ કરવાની આવડત અને અનુભવથી નોકરી મળે છે. જ્યારે પ્રોફેશનલને તેમની પ્રોફેશનલ ડીગ્રી ના આધાર પર કામ કરવાની છુટ મળે છે જ્યાં તે પોતાના અનુભવ ને આવડત ના આધારે સફળ થાય છે

3) શિક્ષક હારી જશે એવું કહેનાર એ શિક્ષકને મારે કહેવું છે કે તમે શું ભણાવ્યું અને તમારા વિદ્યાર્થીએ આખું વર્ષ શું ભણ્યુ એ જો આખું વર્ષ તમે અનુભવી ના શક્યા હોય અને આ માર્કશીટ ના ગુણ ને આધારે તમે નક્કી કરવાનાં હોય તો તમારી શિક્ષા આપવાની આવડતમાં ક્યાંક ખામી રહી ગઈ છે.

4) હોશિયાર વિદ્યાર્થીઓને મેરીટમાં નડશે અને એડમિશન નહીં મળે એમ કહેનારને મારે ફકત એટલું જ કહેવું છે કે આના માટે એક નવી અલગ વ્યવસ્થા થી એડમિશન મળે એના માટે સરકાર ને રજૂઆત કરો જેથી કોઈ વિદ્યાર્થીઓને આગળ ના અભ્યાસમાં અન્યાય ના થાય. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જાહેર હીતની અરજી પણ થઈ છે જેથી નોન-પ્રોફેશનલ કોર્ષમા એડમિશન માટે યોગ્ય પધ્ધતિ આખા દેશમાં આવી શકે જ્યારે મોટાભાગના પ્રોફેશનલ કોર્ષમાં પહેલાં થી જ ધોરણ 12 ના માર્કસ ના આધારે એડમિશન નથી મળતા. પ્રવેશ પરીક્ષા ફરજિયાત હોય છે.

5) વિદ્યાર્થીઓને કેરીયર સીલેકશન માં નડશે એવુ કહેનારને મારે કહેવું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ના માર્ચ સુધીમાં પહેલાં થી નક્કી કરેલ હોય છે કે આગળ કઈ લાઇન સીલેકટ કરવી. જ્યારે ધોરણ 11 થી જ કોમર્સ,સાયન્સ કે આર્ટસની લાઇન નક્કી થઈ ગઈ હોય એટલે ધોરણ 12 માં ફકત પ્રોફેશનલ કે નોન-પ્રોફેશનલ લાઇન સીલેકટ કરી આગળ વધવાનું હોય છે અને પ્રોફેશનલ લાઇનમાં પ્રવેશ પરીક્ષા ફરજીયાત હોય છે જેથી પાસ થશે તો જ આગળ વધી શકશે નહીંતર નોન-પ્રોફેશનલ લાઇનમાં આવી જશે એટલે એમની પણ ચીન્તા કરવાની થશે નહીં.

6) હવે છેલ્લે એક પ્રશ્ન એવો પણ છે કે જેણે મહેનત જ નથી કરી એ પાસ થઈ ગયો. આના જવાબ માં હું ફક્ત એટલું જ કહીશ કે એવા નબળા વિદ્યાર્થીઓને આ પાસ થયાંનું પોતાનું સર્ટિફિકેટ આગળ કશું કામમાં નથી આવવાનું.  હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓએ હજુ જીવન ની ઘણી પરીક્ષાઓ આગળ પાસ કરવાની છે. ધોરણ 10 કે ધોરણ 12 એમના જીવનની છેલ્લી પરીક્ષા નથી. જેને ભણવું છે,જ્ઞાન મેળવી કામ કરવું છે ને જીવનમાં આગળ વધવું છે એમના માટે માર્કશીટ માં મેળવેલ માર્કસ કરતાં મેળવેલ જ્ઞાન, આવડત, ભણતર ત્થા ગણતર મહત્વ ના છે.

આવા સમય પર આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે ખુબ જીણવટ ભર્યો અભ્યાસ કર્યો પછી પહેલાં ધોરણ 10 ની અને પછી ધોરણ 12 ની પરીક્ષાઓ રદ કરી ખુબ જ યોગ્ય નીર્ણય કર્યો છે જેને હું આવકારું છું અને કોરોનામાં સતત માનસિક તણાવ માંથી પસાર થયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને ચીન્તા મુકત કરવા બદલ વડાપ્રધાન સાહેબ અને પરીક્ષા રદ કરવામાં વિદ્યાર્થીઓને સહકાર આપવા બદલ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

સગીર વયના બાળકોની અને વાલીઓની સાથે અત્યારના સમયમાં ઉભા રહી યોગ્ય માર્ગદર્શન આપી આગળ વધારવાની જરૂર છે નહીં કે માસ પ્રમોશનના ખોટા લેબલ ચીપકાવી, મસ્તી મજાક કરી દુખી કરવાના. આવી વાતો કરનારા ટીકા ને પાત્ર છે. આવી નબળી વાતો કરી વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરી રહ્યા છે.

અહીં હું મારો આ લેખ મારી પોતાની વ્યક્તિગત વાત કરીને પુર્ણ કરીશ કે મે પોતે અમુક વ્યક્તિગત કારણોસર ધોરણ 7 નો અભ્યાસ નથી કર્યો ફકત પરીક્ષા આપી હતી, ધોરણ 8 પાસ કર્યો પછી સ્કૂલ છોડી દીધી હતી ને ધોરણ 10 ની ઘર બેઠા એક ખાનગી વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી પરીક્ષા આપી હતી. મને ધોરણ 10 ની તૈયારી ચાલુ કરતાં સમય પર A,B,C,D પણ નહોતી આવડતી, કોલેજ એ વખતના સારામાં સારી મેનેજમેન્ટ લાઇન ગણાતી/ અંગ્રેજી માધ્યમથી ફર્સ્ટકલાસ પાસ કર્યો પછી ફરી અભ્યાસ સમય મુજબ છોડવો પડ્યો જે સાત વર્ષ પછી ફરી અભ્યાસ કરી ને વકીલાત ની ડીગ્રી મેળવેલ છે. આવા સમય ના ચડ ઉતાર પછી, સમય ના મોટા ગેપ પછી અને અમુક ધોરણ નહી ભણવા છતાં  જો પ્રોફેશનલ તરીકે સારુ કામ મેળવી શકતા હોય અને કરી શકતા હોય તો દરેક માર્કશીટ માં મેળવેલ માર્કસ એ મારા માટે ફક્ત એક પાસ થયાનું સર્ટિફિકેટ છે.

(લેખક જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ છે. તેઓની ગણના ખૂબ સારા લેખક, વાંચક અને વિવેચક તરીકે કરવામાં આવે છે.)

3 thoughts on “શું ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે?? વાંચો આ અંગે વિશેષ લેખ

  1. સર ની વાત સાચી છે. હવે બહુ લેટ પરીક્ષા થાય તે શક્ય નહોતું અને આ સમયે જીવ જોખમ માં મૂકી પરીક્ષા આપવી મુર્ખામી ભર્યું નિર્ણય કહેવાય.
    તેથી માસપ્રમોશન જ અંતિમ વિકલ્પ હતો.
    હા, ઓનલાઇન પરીક્ષા વિશે વિચારવા જેવું હતું પણ વિદ્યાર્થીઓ ની આટલી મોટી સંખ્યા ના કારણે તે કન્ડક્ટ કરવી સહેલી વાત નહોતી.
    તેથી સર ની વાત થી એક SSC ના વિદ્યાર્થી તરીકે
    હું સહમત છું.

  2. I totally agreed to you sir. I am a student of 12th science , after reopening of school in January I get targeted by covid -19 and after me my family. I still can’t get out from thay stress. And in such type of stressful situations it is impossible and very hard to prepare again for exam. So I agreed the decision taken by our honorable Prime minister.

  3. નમસ્તે,
    આપના માનનીય શ્રી વડાપ્રધાન ના નિર્ણય થી હું સંમત છું. કહેવાય છે કે જાન હે તો જહાન હે. હાલ ની આ કપરી પરિસ્થિતિ માં બાળકોના સ્વાસ્થ્ય થી વધારે કાઈ જ નથી.હા પણ એક શિક્ષક તરીકે મારો મત કાઈ અલગ છે, આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે બાળકો ને માસ પ્રમોશન સિવાય પણ બીજા વિકલ્પ અપનાવી શકાય છે. ssc માં ઠીક પણ hsc માં પરીક્ષા રદ કરવી યોગ્ય નથી,બાળકો ની કારકિર્દી નું પહેલું પગથિયું છે. જેમ સ્પર્ધાતમક પરીક્ષા માં ટાઈમ લિમિટ સવાલ હોય છે તેવી રીતે hsc ની પરીક્ષા ઓન લાઈન લઈ શકાય છે. હા થોડું મુશ્કેલ છે પણ કહે છે ને everything is possible .ને આવનાર સમય માં કદાચ આવી જ બીજી કોઈ મહામારી આવે તો આવી કોઈ ટેકનોલોજી ના લીધે આપણે બાળકોનું અભ્યાસ તો ન જ ખરાબ થાય. હાલના દિવસો માં સરકાર જે રીતે બાળકોના હિત માં નિર્ણય લીધો છે તેવી જ રીતે આવનાર દિવસો માં પણ કોઈ એવો જ નિર્ણય લેવાય તેવી આશા રાખીએ છે. ઈશ્વર આ કપરા સમય માં સૌ ની સલામતી રાખે તેવી પ્રાર્થના સાથે મારા શબ્દો ને વિરામ આપું છું.jay hind

Comments are closed.

error: Content is protected !!