શું કોઈ તમારા PAN નો દૂર ઉપયોગ કરી ને નથી આચરી રહ્યું જી.એસ.ટી. કૌભાંડ?? ચેક કરો આવી રીતે…

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. પોર્ટલ ઉપર PAN નો દૂર ઉપયોગ કરી GST નંબર મેળવ્યાના કિસ્સામાં ફરિયાદ કરવાની સગવડ શરૂ કરવામાં આવી

તા. 02.07.2021: જી.એસ.ટી. હેઠળ ટેક્સ ચોરીના સમાચાર અવારનવાર સમાચારપત્રોમાં વાંચવા મળે છે. ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે કોઈ ત્રાહિત વ્યક્તિના PAN નો દૂરઉપયોગ કરી કોઈ જી.એસ.ટી. નંબર મેળવવામાં આવેલ હોય. આ પ્રકારના દૂરઉપયોગ રોકવા, જી.એસ.ટી. પોર્ટલ ઉપર એક સગવડ શરૂ કરવામાં આવેલ છે. આ સગવડ દ્વારા કોઈ વ્યક્તિ પોતાના PAN ઉપર મેળવવામાં આવેલ જી.એસ.ટી. નંબરની માહિતી મેળવી શકશે તથા આ પ્રકારે PAN ના દૂરઉપયોગની જાણ જી.એસ.ટી ડિપાર્ટમેંટને કરી શકશે.

આ સગવડ દ્વારા જી.એસ.ટી. હેઠળ કોઈન ખોટો નોંધણી દાખલો મેળવવામાં આવ્યો હોય તો કરદાતાએ વિગતો ઓનલાઈન આપવાની રહેશે. આ વિગતો કરદાતા દ્વારા આપવામાં આવે એટ્લે જે તે ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને આ વિગતો મોકલવામાં આવશે. આ વિગતો ઉપરથી તેઓ જે તે જી.એસ.ટી. નંબર ઉપર કાર્યાવહી કરશે. એવા કિસ્સાઑ અવારનવાર સામે આવતા હોય છે જેમાં કોઈ વ્યક્તિની ધ્યાન બહાર જી.એસ.ટી. નંબર મેળવવામાં આવ્યો હોય અને તે જી.એસ.ટી. ઉપર ખૂબ મોટા વ્યવહારો પણ કરવામાં આવ્યા હોય અને જેનો ટેક્સ ના ભરવામાં આવતા PAN જેમના નામે હોય તેવા વ્યક્તિ ઉપર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય છે. આવા કિસ્સામાં નિર્દોષ વ્યક્તિ કોઈની ખોટી કરતૂતનો શિકાર બની જતો હોય છે. હવે આ સુવિધા શરૂ કરવામાં આવતા આ રીતે કોઈ ત્રાહિત વ્યક્તિના PAN નો ઉપયોગ કરી જી.એસ.ટી. નોંધણી લેવાના કિસ્સા ઉપર કાબૂ મેળવી શકાશે. આ સુવિધા જોકે ઉપયોગી તોજ બનશે જો વ્યક્તિ પોતે જાગૃત બની આ પ્રકારે પોતાના PAN ઉપર લેવામાં આવેલ જી.એસ.ટી. ચકાસવાની તસ્દી લેશે. પોતાના PAN ઉપર ક્યાં જી.એસ.ટી. નંબર લેવામાં આવ્યા છે તે જોવા તમારે તમારા કરવેરા સલાહકારને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી.

તમારા PAN ઉપર કોઈ જી.એસ.ટી. નંબર લેવામાં આવેલ છે કે નહીં તે ચેક કરવા આ લિન્ક ક્લિક કરો:

https://services.gst.gov.in/services/searchtpbypan

જો તમારા PAN ઉપર કોઈ જી.એસ.ટી. નંબર લેવામાં આવ્યો નહીં હોય તો ત્યાં મેસેજ આવશે, No Records Found. જો તમારા PAN ઉપર કોઈ એવો જી.એસ.ટી. નંબર લેવામાં આવ્યો હોય જે તમારા ધ્યાન બહાર છે તો આગળ આપેલ બોક્સમાં તેને ટીક કરી આગળની વિધિ કરો. આ વધારાની વિધિમાં જરૂર જણાય ત્યાં તમારા કરવેરા સલાહકારની મદદ તમે લઈ શકો છો. તમારા, તમારા પરિવારજનો, તમારા મિત્રો, તમારા અસીલો માટે આ સમાચાર મહત્વના હોય તેમણે ફોરવર્ડ કરવા જરૂરી છે. જી.એસ.ટી. હેઠળ ટેક્સ ચોરી રોકવામાં પણ આ સમાચાર લોકોના ધ્યાન ઉપર લાવવા જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!