રાજ્યભરમાં પેટ્રોલ પંપના વેપારીઓ ઉપર વેટ ડિપાર્ટમેંટની મોટી કાર્યવાહી: વેટ નોંધણી દાખલો રદ્દ થયો હોવા છતાં કરવામાં આવી રહ્યું હતું વેચાણ
સતત ટેક્સ ભરવાંમાં તથા રિટર્ન ભરવામાં થતાં ડિફોલ્ટ બાબતે કરવામાં આવી મોટી કાર્યવાહી:
તા. 10.08.2021: ગુજરાત રાજ્યમાં 104 જેટલા પેટ્રોલ પંપ ઉપર વેટ ડિપાર્ટમેંટ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સતત છ મહિના સુધી વેટ રિટર્ન ભરવામાં કસૂર કરવા બદલ આવા પેટ્રોલ પંપના વેટ નંબર રદ્દ કરી નાંખવામાં આવ્યા છે. આ નંબર રદ કરી આપવામાં આવ્યા હોવા છતાં તેઓએ કાયદા હેઠળ અપીલ કરવાંને બદલે નોંધણી દાખલા વગર જ પોતાનો ધંધો ચાલુ રાખવામા આવ્યો હતો. વેટ કાયદાની જોગવાઇઓ હેઠળ વેટ નોંધણી ધરાવતા ના હોય તેવા વેપારીઓ કોઈ વેટ ઉઘરવી શકતા ના હોય, આમ છતાં આ નોંધણી દાખલો રદ્દ થયેલા પેટ્રોલ પંપ રાબેતા મુજબના ભાવે પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરી વેટ ઉઘરાવતા હતા. આ કાર્યવાહીમાં ગઈ કાલ રાત સુધી મળેલ માહિતી પ્રમાણે રૂ. 400 કરોડના વેચાણ તથા 64 કરોડ જેવી માતબાર રકમનો ટેક્સ ચોરી થયાની વિગતો સામે આવી હોવાની માહિતી પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા જાહેર કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આ પ્રમાણે મોટા પ્રમાણમા વેટ ડિપાર્ટમેંટ હરકતમાં આવતા પેટ્રોલ પંપના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.
All such Petrol Pump Owners who have acted in defiance of law and cheated the Governemnt, must be heavily punished and, so long all the raised demand is notfully paid, all these Petrol pump must be attached, all stock must be sold under the supervision and presence of Tax Authorities and proceeds should be deposited in Government Treasury and a receipt of having received the payment against demand should be issued to such dealers. Thereafer, the department should inform the respective Oil company to cancell their License and another dealer should be appointed.